/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-420.jpg)
સુરત શહેરમાં એક યુવકે ઓફિસમાં કામ કરતી યુવતીને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સમગ્ર બનાવ અંગે ભોગ બનનાર યુવતી દ્વારા પોલીસ ફરિયાદ નોંધવવામાં આવી હતી.
સુરત શહેરમાં લગ્નની વાત છુપાવીને વેસુના દુષ્યંત બચકાનીવાલા નામના યુવકે ઓફિસમાં કામ કરતી એક યુવતીને પોતાના પ્રેમ જાળમાં ફસાવી હતી. યુવતીને લગ્નની લાલચ આપી તેનું શારીરીક શોષણ કરી તેને નોકરીમાંથી કાઢી મુકતા સમગ્ર મામલો ઉમરા પોલીસ મથકમાં પહોંચ્યો હતો. ઉમરા પોલીસે યુવતી દ્વારા નોંધાયેલ બળાત્કારની ફરિયાદના આધારે દુષ્યંત બચકાનીવાલા સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી હતી. મૂળ હરિયાણાની વતની અને અમરોલી વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતી દુષ્યંત બચકાનીવાલાની ઓફિસમાં રીસેપ્નીસ્ટ તરીકે એક વર્ષથી નોકરી કરતી હતી.
દુષ્યંત બચકાનીવાલાની ઘોડદોડ રોડ જોલી આર્કેડની સામે દાલીમીટ ઓફિસ આવેલી છે, જ્યાં વિદ્યાર્થીઓને વિદેશમાં ભણવા માટે વિઝા સહિતની પ્રોસેસનું કામ થાય છે. દુષ્યંત યુવતીને અમદાવાદ, ગોવા તેમજ તેના ઘરે પણ લઈ જઈ ત્યાં તેણી સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યો હતો. આ બનાવ અંગે પોલીસ ફરિયાદ થતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.