સુરત: ઢાંકણ વિનાની ખુલ્લી ટાંકીમાં પડતા ૭વર્ષીય માસુમે જીવ ગુમાવ્યો

New Update
સુરત: ઢાંકણ વિનાની ખુલ્લી ટાંકીમાં પડતા ૭વર્ષીય માસુમે જીવ ગુમાવ્યો

સુરત વાલીઓ ને હચમચાવી નાખે એવી ઘટના સુરત શહેરમાં ફરી એક વાર બની છે. ઢાંકણ વિનાની પાણીની ખુલ્લી ટાંકીમાં પડી જતા બાળકનું કરુણ મોત નિપજ્યું છે. ૭ વર્ષીય બાળકના મોત બાદ પરિવારમાં શોકનો માહોલ સર્જયો છે.

બાળકો પ્રત્યે સાવચેતી રાખવા માટે લાલબતી સમાન કિસ્સો સુરત શહેરમાં પ્રકાશમાં આવ્યો છે ઘટનાની વિગતવાર વાત કરીએ તો રાંદેર ઉગત રોડ શ્રીજી નગરી પાણીની ટાંકી સામે એસએમસી આવાસ ખાતે રહેતા વિનોદભાઈ દેવીપૂજક લારી પર ભંગારની ફેરી કરી ગુજરાન ચલાવે છે. વિનોદભાઈ અને તેમની પત્ની લારી પર ફેરી પર નીકળ્યા હતા અને સાંજે પરત ફર્યા હતા. જોકે, તેમનો ચાર વર્ષીય પુત્ર વિશાલ તેમને ઘરે મળી આવ્યો ન હતો.

મોડી સાંજ સુધી શોધખોળ છતાં માસુમ કોઈ પત્તો લાગ્યો ન હતો. દરમિયાન આવાસમાં જ ભૂગર્ભ પાણીની ટાંકીમાં પાણી ભરવા માટે ગયેલા એક સ્થાનિક રહીશને ઢાંકણ વિના ખુલ્લી પાણીથી છલોછલ ભરેલી ટાંકીમાં પગ દેખાતા તે ડરી ગયો હતો અને અન્ય લોકોને જાણ કરી હતી. જેથી લોકોએ તપાસ કરતા પાણીની ટાંકીમાંથી માસુમ વિશાલનો મૃતદેહ મળી આવ્યો હતો.

બનાવની જાણ થતા રાંદેર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પાલિકા દ્વારા આવાસની તમામ પાણીની ટાંકીઓમાં વર્ષોથી ઢાંકણ લગાડવામાં જ ન આવ્યા હોવાને કારણે માસુમ બાળકે જીવ ગુમાવ્યો હોવાનો સ્થાનિક રહીશોએ રોષ વ્યક્ત કર્યો હતો.

Latest Stories