સુરત: મોદીની છબી બગાડવાનો હલકટ પ્રયાસ કોંગ્રેસ કરી રહી છે : રૂપાલા

New Update
સુરત: મોદીની છબી બગાડવાનો હલકટ પ્રયાસ કોંગ્રેસ કરી રહી છે : રૂપાલા

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે હવે નેતાઓ લોકોના ઘરે ઘરે પહોંચી રહ્યા છે સુરતમાં આજે પુરસોત્તમ રૂપાલા ડોર ટુ ડોર પ્રચરમાં જોડાયા હતા જ્યાં તેઓએ કોંગ્રેસ પર આક્રરા પ્રહારો પણ કર્યા હતા.

સુરતમાં ભાજપે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે નેતાઓ હવે સામાન્ય લોકોના ઘરે જઈ મત આપવા અપીલ કર્યા છે. ત્યારે સુરતમાં આ પ્રચારમાં ખુદ પરષોત્તમ રૂપાલા પણ જોડાયા હતા અને લોકોના ઘરે જઈ ભાજપને મત આપવા અપીલ કરી હતી. તેઓની સાથે વર્તમાન સાંસદ દર્શના જરદોષ, શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજિયાવાળા સહિત મોટી સનખ્યામાં કાર્યકરો જોડાયા હતા મીડિયા સાથેની વાતચીતમાં રૂપાલાએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો જ નથી અને તેઓ વિશ્વ નેતા તરીકેની છબી ધરવતા મોદીની છબી બગાડવાનો હલકટ પ્રયાસ કરી રહી છે .

Latest Stories