New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/maxresdefault-15.jpg)
સુરતની ઓળખ ટેક્સટાઇલ ઉદ્યોગ તરીકે ની છે અને સુરતના વેપારીઓ સાંપ્રત ઘટનાક્રમને સાંકળી લઈને સાડીની ડિઝાઇન કરવામાં ખૂબ જાણીતા બન્યા છે.પાયલોટ અભિનંદન નો છુટકારો થયો તેની ગણતરીની કલાકોમાં જ સુરતના પ્રિન્ટિંગ માસ્તરે અભિનંદનની ડિઝાઇન સાથે સાડી તૈયાર કરી દેવામાં આવી છે.
સુરતમાં અત્યાર સુધીમાં મોદી સાડી, રાહુલ ગાંધી-પ્રિયકા ગાંધી સાડી, એર સર્જીકલ સ્ટ્રાઈક સાડી તૈયાર કરવામાં આવી હતી અને તેને ખૂબ જ લોકપ્રિયતા મળી હતી. હવે અભિનંદનની મુક્તિની ગણતરીની કલાકોમાં સાડી તૈયાર કરવામાં આવી છે. જેમાં મિગ વિમાન કાશ્મીરની ઘાટીઓ, મિસાઇલ્સ, મોર્ટરશેલ, સેન્ડ સકલ્પચર વગેરે વિષયોને સાંકળી લઈ તૈયાર કરવામાં આવી છે. સુરતના વેપારીઓની આ સાડી તેમની રાષ્ટ્રભાવના દર્શાવી રહી છે.
Latest Stories