• સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી

  • ભાજપના યુવા પદાધિકારીની જાહેરમાં હત્યાથી ચકચાર

  • જય દલાલની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને કરી હત્યા

  • માતાએ હત્યારાઓને ફાંસીની સજાની કરી માંગ

  • રીઢા ગુનેગારોએ હત્યાને આપ્યો અંજામ     

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. શહેરના ઉધના રોડ નંબર 6 ખાતે ભાજપના યુવા પદાધિકારી જય દલાલની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી છે.

સુરતમાં ભાજપના પદાધિકારી યુવાન જય દલાલની હત્યાની ઘટનાએ સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલ ઉઠાવ્યા છે.મૃતક જય દલાલ સુરતના લિંબાયત વિસ્તારના ધારાસભ્ય સંગીતાબેન પાટીલની અત્યંત નજીક ગણાતા મહિલા અગ્રણી જયશ્રીબેન દલાલનો પુત્ર હતો. આ ઉપરાંત તે પોતે પણ ભાજપ સંગઠન સાથે સક્રિયપણે જોડાયેલો હતો અને ડિંડોલી વોર્ડ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે પક્ષની જવાબદારી સંભાળતો હતો. આ હત્યાની ઘટના બાદથી પરિવારમાં આક્રંદની સ્થિતિ જોવા મળી રહી છે. પરિજનો હત્યારાઓને ફાંસીની સજા આપવાની માંગ કરી રહ્યા છે.

સુરતના ઉધના ખાતે ભાજપના યુવા અગ્રણી જય દલાલની હત્યા મામલે મૃતકની માતા જયશ્રીબેન દલાલની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે ન્યાયની અપીલ કરતા પ્રશાસન પાસે હત્યારાઓને ફાંસીની સજા આપવાની માગ કરી છે. જયશ્રીબેને રડતા અવાજે જણાવ્યું કેતેમનો 21 વર્ષનો એકનો એક પુત્ર જય કોઈ મિત્રનો ફોન આવતા રાત્રે સાડા આઠ વાગ્યે ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ મધ્યરાત્રિએ તેમને ફોન આવ્યો કેજયને ગંભીર ઘા વાગ્યા છે અને હોસ્પિટલ ખસેડાયો છે. હોસ્પિટલ પહોંચતા સુધીમાં તે દમ તોડી ચૂક્યો હતો.

માતાના આક્ષેપ અનુસારમિલિન ચકલી અને પંકજ પાટીલ સહિતના ત્રણ આરોપીઓએ તેમના પુત્ર પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી લોહીલુહાણ કરી નાખ્યો હતો. આરોપીઓ તાજેતરમાં જ પાસામાંથી બહાર આવ્યા છે. તેમને એવી આશંકા હતી કેજયના કારણે તેમને જેલ થઈ હતી. જેને પગલે અદાવત રાખીને આ ક્રૂર હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. ભયભીત માતાએ માંગ કરી છે કેપ્રશાસન આ ગુનેગારોને ફાંસી આપે જેથી અન્ય કોઈ માતાનો દીકરો ન છીનવાય.હાલ પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.