/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/maxresdefault-212.jpg)
સુરતમાં ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં તેઓએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે ગાંધી પરિવાર મહાચોર છે. આ સાથે જ સુરતની સીટ અંગે પણ તેઓએ નિવેદન આપ્યું હતું અને અમિત શાહ આવતી કાલે ઉમેદવારી પત્ર ભરવા જવાના છે તે અંગે પણ માહિતી આપી હતી.
ઉધના ખાતે આવેલા ભાજપ કાર્યાલય ખાતે ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. અને જણાવ્યું હતું કે, ગાંધી પરિવાર મહા ચોર છે. ગાંધી પરિવારે કોંગ્રેસના સંગઠન પર 41 વર્ષ નેતૃત્વ કર્યું છે. ગાંધી પરિવારનો દેશ પર 48 વર્ષ કબજો રહ્યો છે, બોફોર્સ કૌભાંડ કર્યું હોય, નેશનલ હેરેન્ડ કૌભાંડ જામીન પર હોય તે મહા ચોર છે તેવું અમારે કહેવું પડે છે.
વધુમાં ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, ભારતમાં 500 અને ગુજરાતના 50 અને સુરતના 3 સ્થાન પર નરેદ્ર મોદીના કાર્યકમમાં મેં ભી ચોકીદારમાં જોડાશે. કોંગ્રેસના અપ્રચાર સામે પોઝિટિવ અભિયાન ચલાવીશું. અમિત શાહ આવતીકાલે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે. 30મીના રોજ પહેલાં સભા બાદમાં મેગા શો કરવામાં આવશે. 4 કિલોમીટરમાં 40 લોકો સન્માન કરશે. ગાંધીનગરથી સેક્ટર 4થી કલેકટર સુધી રેલી રહેશે. રાષ્ટ્રીય નેતૃત્વ અને એનડીએના નેતાઓ ઉદ્ધવ ઠાકરે રામલીલા પાસવાન સહિતના નેતાઓ હાજર રહેશે.