Connect Gujarat
ગુજરાત

સુરતનું ટેક્ષટાઇલ માર્કેટ જ્યાં એક સમયે પગ મૂકવાની નહોતી જગ્યા, આજે છે સન્નાટો

સુરતનું ટેક્ષટાઇલ માર્કેટ જ્યાં એક સમયે પગ મૂકવાની નહોતી જગ્યા, આજે છે સન્નાટો
X

ટેક્ષટાઈલ માર્કેટમાં ભારે મંદીનાં કારણે વેપારીઓ બેકાર થયા છે જેમાં પહેલાં નોટ બંદી અને પછી GSTને જવાબદાર ગણાવ્યો.

હીરા નગરીની સાથે સાથે સમગ્ર વિશ્વમાં ટેક્સટાઇલ સીટી તરીકે પણ સુરતની આગવી ઓળખ છે. હીરો તો ચમક ગુમાવી જ ચુક્યો છે. પણ હવે સુરતી કપડું પણ મંદીની ચપેટમાં આવી ગયું છે. ટેક્ષટાઈલ માર્કેટમાં જ્યાં એક સમયે પગ મુકવાની પણ જગ્યા નહોતી ત્યાં આજે વેરાના જેવો માહોલ સર્જાય રહ્યો છે.

સુરતના રિંગરોડ વિસ્તારમાં વર્ષોથી કાર્યરત કાપડ માર્કેટ ટ્રાફિક જામને લીધે પણ સમગ્ર શહેરમાં બદનામ છે. ટેક્ષટાઈલમાં છેલ્લા બે વર્ષથી એવી ભયંકર મંદી આવી કે આજે માર્કેટ વિસ્તારમાં સન્નાટો છવાયેલો જોવા મળે છે. દિવાળીના દિવસો નજીક આવી રહ્યા હોવા છતાં ઘરાકી જોવા મળતી નથી. માર્કેટમાં દુકાનો ખાલી નજરે પડે છે અને વેપારીઓ જાણે આરામ કરવા જ દુકાને આવતા હોય તેવા દ્રશ્યો હવે સામાન્ય બની રહ્યા છે.

દિવાળી અને નાતાલની ઘરાકીનો માહોલ છે. મંદી વચ્ચે જેટલા પણ ઓર્ડર દેશના અન્ય રાજ્યોમાંથી આવ્યા છે તેના ઉપર જીએસટી અને ઇવેબીલનું ગ્રહણ લાગ્યું છે. જીએસટી ની મડાગાંઠ ઉકેલાતી નથી અને બીજી તરફ ઇવેબીલ પર ગુજરાત બહાર અન્ય રાજ્યો ના અધિકારીઓ ની નફ્ફટાઈ વેપારીઓ ના વેપાર ને અટકાવી રહી છે. પચાસ હજાર થી ઓછા માલ પર ઇવેબીલ જરૂરી ના હોવા છતાં એક ટ્રકમાં આવા દશ નાના વેપારીઓના માલને પણ અટકાવવામાં આવી રહ્યા છે. જેના લીધે ટ્રાન્સપોટર્સ રાજ્ય બહાર માલ લાઇ જાવા તૈયાર નથી. પરિણામે મંદી ના માહોલ માં પરાણે મળેલા ઓર્ડર પણ હવે કેન્સલ થઈ રહ્યા છે.

વેપારીઓની સમસ્યા વધી રહી છે. અને કાપડનો વેપાર કરવા કરતાં વહીવટી ચોપડા સરખા કરવામાં કપડાં ઉદ્યોગના વેપારીઓનો સમય વેડફાય રહ્યો છે. આવા સંજોગો માં સુરતના જ નહીં પરંતુ સમગ્ર દેશના કાપડ ઉદ્યોગના આગેવાનો અને ફેડરેસનો કેન્દ્ર સરકાર અને કાપડ મંત્રાલયને વારંવાર રૂબરૂ અને પત્ર વ્યહવાર દ્વારા રજૂઆતો કરી જીએસટી અને ઇવેબીલની સમસ્યાઓનું વહેલી તકે સરળી કરણ કરી વેપારીઓની પરેશાની દૂર કરવા રજુઆત કરી રહ્યા છે. પરંતુ તમામ રજૂઆતો નિષ્ફળ પુરવાર થતા કાપડ ઉદ્યોગ ભયંકર મંદી ની ગર્તા માં ધકેલાય રહ્યો છે.

જ્યારે દિવાળીના અઠવાડિયા પહેલા ટેક્સ્ટાઇલ માર્કેટમાં પગ મૂકવા જગ્યા ન મળતી હોય આવી કાપડ ખરીદી કરનારની ભીડ જોવા મળે છે જ્યારે ભારે મંદી ને લીધે વ્યાપારીઓ આરામ કરવા મજબૂર બન્યા છે મંદી ના કારણે નવરા હોવાતી અનેક કાપડના વેપારીઓ પોતાના દુકાનમાં સાફસફાઈ અને કલર કામ કરતા નજરે પડ્યા હતા.

Next Story