Connect Gujarat
Featured

સુરત : ઉધના નજીક ઓક્સિજનના બોટલના ગોડાઉનમાં થયો બ્લાસ્ટ, 1 વ્યક્તિનું મોત

સુરત : ઉધના નજીક ઓક્સિજનના બોટલના ગોડાઉનમાં થયો બ્લાસ્ટ, 1 વ્યક્તિનું મોત
X

સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલ ઓક્સિજનના બોટલના ગોડાઉનમાં બ્લાસ્ટ થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, ત્યારે સમગ્ર મામલે ઉધના પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, સુરતના ઉધના વિસ્તારમાં રોડ નં. 9 ઉપર આવેલ વેનિસ પ્લાઝાના ગ્રાઉંડ ફ્લોર પર અચાનક બ્લાસ્ટ થતાં લોકોમાં ભારે અફરાતફરી મચી હતી. જેમાં ઓક્સિજનના બોટલના ગોડાઉનમાં બ્લાસ્ટ થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે 2થી વધુ લોકોને ઇજા પહોચી હોવાનું પણ જાણવા મળ્યું હતું.

વેનિસ પ્લાઝાના ગ્રાઉંડ ફ્લોર પર રાખવામાં આવેલ ઓક્સિજનના બોટલમાં કોઈ કારણોસર બ્લાસ્ટ થયો હતો. બનાવની જાણ થતાં જ ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેમાં 10થી વધુ ફાયર ટેન્ડરની મદદથી ઓક્સિજન લીકેજ ઉપર કાબુ મેળવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો, ત્યારે ભારે જહેમત બાદ બોટલમાંથી થતાં ઓક્સિજન લીકેજ ઉપર કાબુ મેળવાયો હતો. જોકે સમગ્ર મામલે વેનિસ પ્લાઝામાં ફાયર સેફટીનો અભાવ હોવાના કારણે ઉધના પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Next Story