Connect Gujarat
ગુજરાત

સુરત: માંડવી તાલુકાનું વરેલી ગામ બન્યું દીપડાઓનું અભયારણ્ય

સુરત: માંડવી તાલુકાનું વરેલી ગામ બન્યું દીપડાઓનું અભયારણ્ય
X

માંડવી તાલુકાના વરેલી ગામની સીમમાં આવેલ ફાર્મ હાઉસ જાણે દીપડાઓને માફક આવી

ગયું છે. આ દીપડાઓ ફાર્મ હાઉસમાં આવી લટાર મારતા રહે છે. શનિવારે મળસ્કે એક માદા

દીપડો પાંજરે પુરાયો હતો. અત્યાર સુધીમાં આ ફાર્મ હાઉસમાંથી ૩૪ જેટલા દીપડાઓ

પાંજરે પુરાઇ ચૂક્યા છે.

સુરત જિલ્લાના માંડવી તાલુકાનું વરેલી ગામ જાણે દીપડાઓનું અભયારણ્ય બની ગયું

છે. આ ગામમાં દીપડાઓ અવાર નવાર નજરે પડી રહ્યા છે. અને અત્યાર સુધીમાં ૩૪ જેટલા

દીપડાઓ આ ગામમાંથી પાંજરે પુરાયા છે.

વરેલી ગામે યુસુફભાઇ ભીખાભાઇ મહિડાનું ફાર્મ હાઉસ આવેલ છે. આ ફાર્મ હાઉસ પણ દીપડાઓ

માટે જાણે પસંદગીનું સ્થળ હોય એમ સાબિત થઇ રહ્યું છે. વિશાળ વિસ્તાર ધરાવતા આ

ફાર્મ હાઉસની ફરતે કંપાઉન્ડની દીવાલ કર્યા પછી પણ દીપડા આ જગ્યા પર આવતા જ રહે છે.

તાજેતરમાં એક દીપડી નજરે પડી હતી. જેથી વન વિભાગને જાણ કરતાં પાંજરૂ મુકવામાં

આવ્યુ હતું. શનિવારે મળસ્કે એક ૬ થી ૭ વર્ષની દીપડી પાંજરે પુરાય હતી. ઘટના અને

વનવિભાગને જાણ કરતાં તેઓ સ્થળ પર આવી દીપડીનો કબ્જો લઇ તબીબ પાસે પરીક્ષણ કરાવ્યું

હતું. આ દીપડીને રાત્રી દરમ્યાન જંગલ વિસ્તારમાં છોડવામાં આવશે મુજબનું જાણવા

મળ્યું છે.

Next Story