સુરતના વેસુ વિસ્તારમાં એક સ્પાના કર્મચારી પર હુમલો,ઘટના થઈ CCTV કેમેરામાં કેદ

New Update
સુરતના વેસુ વિસ્તારમાં એક સ્પાના કર્મચારી પર હુમલો,ઘટના થઈ CCTV કેમેરામાં કેદ

સુરતના વેસુ વિસ્તારમાં એક સ્પાના કર્મચારી પર હુમલો કરી અજાણ્યા ઈસમો ૨૦ હજારની લુંટ કરી ફરાર થઇ ગયા હતા આ સમગ્ર ઘટના ૨૭ મી તારીખે બની હતી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તો બીજી તરફ આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

વેસુના રૂંગટા કોમ્પલેક્સમાં ચાલતા ન્યુ મોડલ બોડી સ્પાના દીપક નામના કર્મચારી પર ગત ૨૭મીના રોજ ચાર જેટાલ યુવાનો દ્વારા લકડાના ફટકાથી હુમલો કરવામાં આવ્યો હતો. જેથી ઈજાગ્રસ્ત કર્મચારીને સિવિલ હોસ્પિટલ ખેસડવામાં આવ્યો હતો. માથામાં ગંભીર ઈજાના પગલે ૭ જેટલા ટાંકા પણ લેવા પડ્યા હતા. ઘટનાની જાણ થતા ઉમરા પોલીસ દ્વારા દીપકનું નિવેદન નોંધી ફરિયાદ નોંધી હતી. દીપકે 20 હજારની લૂંટ ચલાવાઈ હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. હાલ પોલીસ દ્વારા સીસીટીવી આધારે હુમલાખોરોને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Latest Stories