સુરત: VT ચોક્સી લો કોલેજમાં પ્રાથમિક સુવિધા મુદ્દે વિદ્યાર્થીઓએ મચાવ્યો હંગામો

New Update
સુરત: VT ચોક્સી લો કોલેજમાં પ્રાથમિક સુવિધા મુદ્દે વિદ્યાર્થીઓએ મચાવ્યો હંગામો

સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં આવેલી વી.ટી.ચોકસી લો કોલેજમાં પ્રાથમિક સુવિધાના મુદ્દે વિદ્યાર્થીઓએ ભારે હંગામો મચાવ્યો હતો.

શિક્ષણ કાર્યમાં પણ કોલેજ દ્વારા અનિયમિતતાનો આક્ષેપ લગાવી વિદ્યાર્થીઓએ કોલેજ કેમ્પસમાં હંગામો કર્યો હતો. વિદ્યાર્થી સંગઠન એન.એસ.યુ.આઈ દ્વારા કેમ્પસમાં સૂત્રોચ્ચાર કરી રેલી કાઢવામાં આવી હતી. કોલેજના જીએસ અને વિદ્યાર્થીઓ પણ આ રેલીમાં જોડાયા હતા. વિદ્યાર્થીઓએ પાયાની સુવિધા સહિતના મુદ્દે કોલેજના આચાર્યની ઓફિસે ઘેરાવ કરી ઉગ્ર રજુઆત કરી હતી. વિદ્યાર્થીઓના પ્રશ્નોનું વહેલીતકે નિરાકરણ નહીં કરવામાં આવે તો આવનારા દિવસો માં જલદ આંદોલનની ચીમકી વિદ્યાર્થીઓ દ્વારા ઉચ્ચારવામા આવી હતી.

Latest Stories