ગરમીથી બચાવવા જાણો કયાં પીવડાવાય છે પ્રાણીઓને એનર્જી ડ્રીંક...!

New Update
ગરમીથી બચાવવા જાણો કયાં પીવડાવાય છે પ્રાણીઓને એનર્જી ડ્રીંક...!

હાલમાં ગરમીનો પારો વધી રહ્યો છે. ત્યારે સુરતવાસીની મુશ્કેલીઓ વધી ગઈ છે. શહેરમાં લોકો ગરમી સામે રાહત મેળવવા લીંબુ શરબત, શેરડીનો રસ તેમજ એ.સી.નો સહારો લઈ રહ્યા છે. ત્યારે બીજી તરફ પશુ-પક્ષીની વાત કરીયે તો તેમના માટે ગરમીથી બચવા પીવાના પાણીના પણ વલખા પડી રહ્યા છે. ત્યારે પ્રાણી સંગ્રાલયોના પ્રાણીઓની શું હાલત છે અને તેમની શું કાળજી લેવાય છે તે માટે કનેકટ ગુજરાતે લીધેલ સુરત પ્રાણી સંગ્રાહલયની એક વિષેશ મુલાકાતમાં જાણો શું પીવડાવાય છે પ્રાણીઓને પાણીમાં ? કેવી રીતે રખાય છે તેમની કેર ?

સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે સુરતમાં ગરમીનો પારો વધી ગયો છે ત્યારે સુરતમાં પણ તેની અસર જોવા મળી રહી છે. શહેરીજનો ગરમીથી રાહત મેળવવા માટે અનેક ઉપાય કરતા નજરે પડ્યા તો સુરત આવેલા પ્રાણીસંગ્રહાલયમાં રાખવામાં આવેલા પશુ-પક્ષીઓની ગરમીથી રાહત મળે તે માટે તંત્ર દ્વારા પણ પગલાં ભરવામાં આવ્યા છે.

વનવાસી પશુઓના પિંજરામાં ગરમીથી રાહત મળે તે માટે પાણીના ફુવારા લગાવ્યા છે. જે બપોરના ૧૨ કલાકથી સાંજના ૪ કલાક સુધી સતત ચાલુ રાખવામાં આવશે.

જોકે બીજી તરફ તમામ પશુઓના પાંજરામાં મુકવામાં આવેલ પાણીમાં બેસી રાહત મેળવે તે માટે પાણીના ટબ પણ ભરવામાં આવ્યાં છે. સુરતના પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવેલ છે. વાઘ, દીપડો, રીંછ અને શાહમૃગ જેવા પશુઓના પીંજરામાં ૮૦ જેટલા ફુવારા લગાવવામાં આવ્યા છે. જેનાથી તેમને ગરમી સામે રાહત મળી શકે. તંત્ર દ્રારા ગરમી માં પશુ-પક્ષીઓને મોસમ પ્રમાણે પાણી યુક્ત ખોરાક પણ આપવામાં આવે છે. જયારે પશુઓને ગરમીમાં ડી-હાઇડ્રેશન ના થાય તે માટે પીવાના પાણીમાં ઇલેક્ટ્રોન પાઉડર નાખી પીવડાવવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે ગરમીની શરૂઆત થી ચોમાસાની શરૂઆત સુધી ચાલુ રાખવામા આવશે.

Latest Stories