Connect Gujarat
સુરત 

ઉકાઇ ડેમમાંથી 1.98 લાખ કયુસેક પાણી છોડાતાં તાપી નદીનું જળસ્તર વધ્યું, સુરતમાં એલર્ટ

તાપી નદીના જળસ્તરમાં વધારો થતાં સુરત શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રહેતાં લોકોને સાબદા રહેવા સુચના આપવામાં આવી

X

ઉકાઇ ડેમમાં ઉપરવાસમાંથી 3.37 લાખ કયુસેક પાણીની આવક સામે ડેમમાંથી 1.98 લાખ કયુસેક પાણી છોડવામાં આવી રહયું છે. તાપી નદીના જળસ્તરમાં વધારો થતાં સુરત શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રહેતાં લોકોને સાબદા રહેવા સુચના આપવામાં આવી છે......

મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમમાં વિપુલ માત્રામાં પાણીની આવક થઇ રહી છે. ડેમમાં ઉપરવાસમાંથી 3,37,785 ક્યુસેક પાણીની આવક સામે ડેમમાંથી 1,98,095 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહયું છે.ડેમના 15 ગેટ ખોલી નાંખવામાં આવ્યાં છે જેમાં 9 ગેટ 7 ફૂટ અને 6 ગેટ 6 ફૂટની સપાટી સુધી ખોલાયાં છે. ઉકાઇ ડેમની સપાટીની વાત કરવામાં આવે તો ડેમની સપાટી હાલ 341.30 ફુટ છે જયારે ડેમની ભયજનક સપાટી 345 ફુટ છે.

ડેમમાંથી પાણી છોડવામાં આવતાં તાપી નદીની સપાટીમાં સતત વધારો થઇ રહયો છે. કોઝવેની જળસપાટી 10 મીટરની આસપાસ પહોંચી જવાના કારણે સુરત શહેરના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયાં છે. વરસાદની સાથે તાપી નદીમાં પુરનો ખતરો ઉભો થતાં જિલ્લા કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહયાં છે.

Next Story