New Update
સુરતના કતારગામ વિસ્તારની ઘટના
ગજેરા સર્કલ નજીક કારખાનામાં લાગી આગ
ડાયમંડના કારખાનામાં આગથી મચી નાસભાગ
ફાયરબ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબુ
આગમાં બે કામદારોને પહોંચી ઇજા
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ ગજેરા સર્કલ નજીક જ્વેલરીના કારખાનામાં અચાનક આગ લાગી હતી,સર્જાયેલી ઘટનામાં 2 કામદારો ઈજાગ્રસ્ત થયા હતા.
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ ગજેરા સર્કલ નજીક જવેલરી કારખાનામાં અચાનક આગ લાગી ગઈ હતી,સર્જાયેલી ઘટનાને પગલે કારખાનામાં ફરજ બજાવતા કર્મચારીઓ અને કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી.ડાયમંડનાં કારખાનામાં ફરજ બજાવતા બે કામદારો ઈજાગ્રસ્ત થયા હતા,અને તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જ્યારે આગ અંગેનો કોલ ફાયર બ્રિગેડને મળતા ફાયર લાશ્કરો ફાયર ટેન્ડર સાથે ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા,અને આગ પર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવ્યો હતો.
Latest Stories