-
મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી
-
સ્મીમેર હોસ્પિટલના વધુ 6 તબીબોનું સામૂહિક રાજીનામું
-
ઓછો પગાર, સાધનો, કામનો બોજ બન્યા મુખ્ય કારણો
-
આરોગ્ય સેવાઓની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ ઊભો થયો
-
વધુ 6 તબીબોના રાજીનામાથી શાસકો મૂંઝવણમાં મુકાયા
ઓછો પગાર, અપૂરતાં સાધનો અને કામનો અતિશય બોજ છોડી વધુ આકર્ષક પગાર અને સુવિધાઓની લાલચમાં સુરતની સ્મીમેર હોસ્પિટલમાં વધુ 6 તબીબોએ રાજીમાનું આપી દીધું છે.
સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં વધુ 6 તબીબોએ રાજીનામું આપી દીધું છે. આ તબીબો ખાનગી હોસ્પિટલોમાં વધુ આકર્ષક પગાર અને સુવિધાઓની લાલચે જોડાઈ રહ્યા છે. આ સમસ્યા નવી નથી, ભૂતકાળમાં પણ અનેક તબીબોએ સ્મીમેર હોસ્પિટલ છોડીને ખાનગી ક્ષેત્ર તરફ પલાયન કર્યું છે. ઓછો પગાર, અપૂરતાં સાધનો અને કામનો અતિશય બોજ આની પાછળનાં મુખ્ય કારણો છે. જેના પરિણામે, દર્દીઓને લાંબો સમય રાહ જોવી પડે છે, અને સારવારની ગુણવત્તા પણ ઘટી રહી છે.
ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશાનું કેન્દ્ર ધરાવતી સ્મીમેર હોસ્પિટલમાં આવી પરિસ્થિતિ આરોગ્ય સેવાઓની વિશ્વસનીયતા પર પ્રશ્નચિહ્ન ઉભું કરે છે. સ્મીમેરના વિવિધ વિભાગના વધુ 6 તબીબોના રાજીનામાની દરખાસ્ત શાસકો સમક્ષ મુકવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્મીમેર હોસ્પિટલમાં સ્ટાફની અછતને કારણે હાલના તબીબો પર વધુ દબાણ આવે છે. તેમજ દર્દીઓ પર ધ્યાન ન આપતા હોવાની ફરીયાદ પણ ઉઠે છે.