ગુજરાત અને મહારાષ્ટ્રમાં 65 થી વધુ ચોરીને અંજામ આપનાર રીઢો ચોર ઝડપાયો

સુરતના કાપોદ્રા વિસ્તારમાં થયેલી 28 લાખના મોબાઈલ ચોરીમાં પોલીસે રીઢા ચોરની ધરપકડ કરી છે.આરોપી પર ગુજરાત અને મહારાષ્ટ્ર મળીને 65 થી વધુ ગુના નોંધાયા છે.

New Update

સુરતના કાપોદ્રા વિસ્તારમાં થયેલી 28 લાખના મોબાઈલ ચોરીમાં પોલીસે રીઢા ચોરની ધરપકડ કરી છે.આરોપી પર ગુજરાત અને મહારાષ્ટ્ર મળીને 65 થી વધુ ગુના નોંધાયા છે.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ ગુજરાત મોબાઈલમાં થયેલ ચોરીના ગુનાનો મુખ્ય આરોપી રામ નિવાસ ગુપ્તાની પોલીસે ધરપકડ કરી કરી હતી,આરોપીએ 28 લાખના મોબાઈલ ફોનની ચોરી કરી હતી.પોલીસ તપાસમાં આરોપી વિશે ચોંકાવનારી માહિતી બહાર આવી હતી,એક બે નહીં પરંતુ ગુજરાત અને મહારાષ્ટ્ર મળીને રામનિવાસ ગુપ્તાએ 65 થી વધુ ચોરીને અંજામ આપ્યો હતો.મહારાષ્ટ્રમાં રહીને રામનિવાસ સુરતમાં ચોરી કરવા માટે આવતો હતોવધુમાં અગાઉ તે મહારાષ્ટ્ર પોલીસ જાપ્તામાંથી પણ ભાગી છૂટ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. હાલ પોલીસે આરોપી રામ નિવાસ ગુપ્તાની સઘન પૂછપરછ આરંભી છે,અને તેના  સાથીદારો અંગેની પણ પોલીસ તપાસ કરી રહી છે.

Latest Stories