વેસુમાં યુવકની હત્યાનો મામલો
સામાન્ય બોલાચાલી હત્યામાં પરિણમી
ક્રાઈમ બ્રાન્ચે ગુનાનો ભેદ ઉકેલ્યો
આરોપી અતુલ બહાદુરની કરી ધરપકડ
આરોપી ચપ્પુ સાથે રાખીને જ ફરતો હતો
સુરતના વેસુમાં સામાન્ય બોલાચાલીમાં ચાર દિવસ અગાઉ હત્યાની ઘટના બની હતી.જે બનાવમાં પોલીસે સઘન તપાસ હાથ ધરીને આરોપીની ધરપકડ કરી હતી.
સુરત શહેરના વેસુમાં ચાર દિવસ અગાઉ એક હત્યાનો બનાવ બન્યો હતો,જેમાં સામાન્ય બોલાચાલીમાં બાબુ પટેલને ચપ્પુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી હુમલાખોર ફરાર થઇ ગયો હતો.આ ઘટના સંદર્ભે પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી.જેમાં પોલીસને સફળતા મળી હતી.અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે 22 વર્ષીય અતુલ જંગ બહાદુરની ધરપકડ કરી હતી.પોલીસ તપાસમાં અતુલ બહાદુર મૂળ જોનપુર ઉત્તરપ્રદેશનો વતની છે,તે મુંબઈ માતાપિતા સાથે રહેતો હતો પરંતુ પાંચ વર્ષ પહેલા ઝઘડો કરીને સુરત આવી ગયો હતો,અને છૂટક મજૂરી કરતો હતો,તેમજ પોતાની પાસે ચપ્પુ રાખીને ફરતો હતો.પોલીસે હાલ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.