ઉધના મગદલ્લા રોડ ઉપર સર્જાયો અકસ્માત
KTM બાઈક ચાલકનું અકસ્માત થતા મોત
ગંભીર અકસ્માતમાં યુવાનનું મોત
બાઈક ચાલકનું માથું ધડથી થયું અલગ
મૃતક યુટયુબ બ્લોગર હતો
સુરત શહેરના ઉધના મગદલ્લા રોડ પર KTM બાઈક ચાલક યુવાન બાઈક પરથી ફંગોળાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો,આ અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈક ચાલક યુવાનનુ માથું પણ ધડથી અલગ થઈ ગયું હતું.
સુરત શહેરના ઉધના મગદલ્લા રોડ પરથી 18 વર્ષીય પ્રિન્સ પટેલ KTM બાઈક લઈને પસાર થઇ રહ્યો હતો,તે સમય દરમિયાન અચાનક તેનો બાઈક પરનો કાબુ ન રહેતા પ્રિન્સ બાઈક પરથી ફંગોળાય ગયો હતો,અને ગંભીર ઈજાને પગલે કરૂણ મોતને ભેટ્યો હતો,આ અકસ્માત એટલો ભયાનક હતો કે પ્રિન્સનું માથું ધડથી અલગ થઈ ગયું હતું.
ઘટના અંગેની જાણ પોલીસને કરવામાં આવતા ખટોદરા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.અને પ્રિન્સના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ શરૂ કરી હતી.પ્રિન્સ યુટ્યુબ બ્લોગર હોવાનું પણ જાણવા મળ્યું હતું,અને પ્રિન્સનો KTM બાઇકના સ્ટિયરિંગ પરનો કાબુ ન રહેતા ગોઝારો અકસ્માત સર્જાયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.