/connect-gujarat/media/media_files/2025/10/03/surat-news-2025-10-03-14-31-38.jpg)
સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં રેલવે ટ્રેનના પાટા પર લોખંડની ચેનલ મુકી ટ્રેનને ઉથલાવવાના નિષ્ફળ પ્રયાસની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. તો બીજી તરફ, પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
ગુજરાત રાજ્યમાં ફરીથી ટ્રેન ઉથલાવવાના પ્રયાસની આશંકા સાથેની ઘટના પ્રકાશમાં આવી છે. સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં રેલવે ટ્રેનના પાટા પર અજાણ્યા શખ્સએ લોખંડની ચેનલ મુકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો. અજાણ્યા શખ્સએ ગુડ્સ ટ્રેનના પાટા પર લોખંડની ચેનલ મુકી દીધી હતી.
આ દરમ્યાન રેલ્વે ટ્રેક પરથી પસાર થતી ટ્રેન નીચે પાટો ફસાઈ ગયો હતો. ઘટનાના પગલે ટ્રેનના પાઇલટ દ્વારા પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. બનાવના પગલે આસપાસના લોકો ટોળે વળ્યા હતા, જ્યારે રેલવે અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે સ્થળે પહોંચ્યો હતો.
સદનસીબે ટ્રેન ધીમી હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અજાણ્યા શખ્સ દ્વારા રેલવે ટ્રેક પર ટ્રેન ઉથલાવવાનું કાવતરૂ ઘડવામાં આવ્યું હતું. પરંતુ તે કાવતરૂ નિષ્ફળ નિષ્ફળ રહ્યું હતું, ત્યારે હાલ તો ડિંડોલી પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.