New Update
સુરત શહેરમાં રોગચાળાની સ્થિતિ
નવી સિવિલ હોસ્પિટલ વિવાદમાં
દર્દીઓની સારવાર કરનાર સિવિલના ડોક્ટર જ બીમાર
આરોગ્ય વિભાગ દ્વારા 4 વર્ષમાં 50થી વધુ નોટિસો પાઠવી
ગંદકી,પાણી લીકેજ,મચ્છર બ્રીડીંગ બાબતે નોટિસ આપવામાં આવી
સુરત નવી સિવિલ હોસ્પિટલ ગંદકીથી ઉભરાઈ રહી છે,રોગચાળાના પગલે હોસ્પિટલમાં સાફસફાઇનો અભાવ જણાતા મહાનગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે,જાણવા મળ્યા મુજબ સિવિલના ડોક્ટર પણ બીમારીમાં સપડાયા હોવાનું જાણવા મળ્યું છે.
સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ પુનઃ વિવાદમાં સપડાઈ છે,મહાનગરપાલિકા દ્વારા વારંવાર પાઠવવામાં આવેલી ગંદકી મુદ્દેની નોટિસો બાદ પણ સિવિલનું તંત્ર ઘોર નિંદ્રામાં જ પોઢી રહ્યું છે.તાજેતરમાં પણ SMC દ્વારા નવી સિવિલ હોસ્પિટલને ગંદકીના ફોટા સાથે નોટિસ ફટકારવામાં આવી હતી,પરંતુ તેમ છતાં સિવિલ હોસ્પિટલમાં કોઈ જ સુધારો જોવા મળ્યો ન હતો.ગંદકીથી ખદબદતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે,પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા 4 વર્ષમાં 50થી વધુ નોટિસ આપવામાં આવી છે,સિવિલ હોસ્પિટલમાં ગંદકી,પાણી લીકેજ,મચ્છર બ્રીડીંગ બાબતે નોટિસ આપવામાં આવી છે.સિવિલ હોસ્પિટલમાં આશ્ચર્યની વાત એ છે કે દર્દીની સારવાર કરતા ડોક્ટર પણ બીમાર હોવાનું જાણવા મળ્યું છે.
Latest Stories