New Update
સુરતમાં વરસાદી માહોલ બાદ રોગચાળાની પરિસ્થિતિ વકરી રહી છે.શહેરમાં તાવ, ઝાડા અને ઉલ્ટીના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. જયારે કાપોદ્રાની એક યુવાન પરિણીતાનું ડેન્ગ્યુની બીમારીની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
સુરતમાં અવિરત વરસેલા વરસાદે જનજીવન પર માઠી અસર કરી છે,વરસાદનું જોર ઘટ્યું છે ત્યારે હવે રોગચાળાએ માથું ઉચક્યું છે.જાણવા મળ્યા મુજબ શહેરમાં તાવ,ઝાડા અને ઉલ્ટીના દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઈ રહ્યા છે.જેમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે,જયારે કાપોદ્રાની 20 વર્ષીય યુવાન પરિણીતા કે જે ડેન્ગ્યુની સારવાર હેઠળ હતી,તેનું સારવાર દરમિયાન મોત નીપજતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે.અને આરોગ્ય વિભાગ દ્વારા સફાળા જાગીને લોકોના સ્વાસ્થ્ય અંગેની તપાસ શરૂ કરી છે.તથા લોકોને બહારનું ભોજન તેમજ વાસી તથા દૂષિત ખોરાક અને પાણી ન આરોગવા માટે સૂચન કરવામાં આવ્યું છે.
Latest Stories