સુરત: શહેરમાં તહેવારોને ધ્યાનમાં રાખીને વિવિધ વિસ્તારમાં પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાઈ

સુરત શહેરમાં સૈયદપુરા ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસ દ્વારા વધુ સતર્કતા દાખવીને તહેવારોમાં શાંતિ સલામતી અને સુરક્ષા જળવાય રહે તે માટે તૈયારી ઓ પૂર્ણ કરી છે.

New Update

સુરતમાં પોલીસ એક્શન મોડમાં 

ભાગળ ચાર રસ્તાથી પોલીસે ફલેગમાર્ચ યોજી 

ઈદ એ મિલાદ ગણેશ વિસર્જન માટે પોલીસ બની સતર્ક

લોખંડી પોલીસ બંદોબસ્ત ખડકાયો 

સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે કર્યું રિહર્સલ

સુરત શહેરમાં સૈયદપુરા ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસ દ્વારા વધુ સતર્કતા દાખવીને તહેવારોમાં શાંતિ સલામતી અને સુરક્ષા જળવાય રહે તે માટે તૈયારી ઓ પૂર્ણ કરી છે. શહેરના ભાગળ ચાર રસ્તા ખાતેથી પોલીસ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી.જેમાં શહેરના વિવિધ પોલીસ મથકના પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ જવાનો દ્વારા ફ્લેગમાર્ચ થકી શહેરવાસીઓને સબ સલામત ના દર્શન કરાવ્યા હતા.પોલીસની ફ્લેગમાર્ચ શહેરના સંવેદન વિસ્તારોમાં ફરી હતી,અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિનું પોલીસ અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું,તેમજ ઈદ એ મિલાદ તથા ગણેશ વિસર્જને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા શહેરમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. 
#CGNews #police #Ganesh Visarjan #Eid-e-Milad #Festival #Gujarat #Surat
Here are a few more articles:
Read the Next Article