/connect-gujarat/media/media_files/2024/10/18/v2t8d193R5juuugSDFVb.jpg)
સુરત લાજપોર જેલમાં દુષ્કર્મના આરોપમાં સજા ભોગવી રહેલા નારાયણ સાંઈને ગુજરાત હાઇકોર્ટે પિતા આસારામને મળવા માટે મંજૂરી આપી છે,આસારામ જોધપુર જેલમાં દુષ્કર્મના આરોપમાં સજા કાપી રહ્યા છે. ત્યારે 11 વર્ષ બાદ પિતા પુત્ર એકબીજાને મળશે.
જોધપુર જેલમાં કેદ પિતા આસારામને એક દિવસ માટે મળવા દેવાની માંગ કરતી અરજી પુત્ર નારાયણ સાંઈએ કરી હતી.સુરતની જેલમાં કેદ નારાયણ સાંઈએ જામીન આપવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જે અરજી પરની સુનાવણીમાં રાજ્ય સરકારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડવાની શક્યતા જણાવીને અરજીનો વિરોધ કર્યો હતો.તમામ દલિલો બાદ હાઇકોર્ટે નારાયણ સાંઈની અરજી ગ્રાહ્ય રાખી છે.જેમાં નારાયણ સાંઈને આસારામ સાથે મળવા માટે 4 કલાકનો સમય આપવામાં આવ્યો છે.
વધુમાં નારાયણ સાંઈને જોધપુર લઇ જવા માટે અને ત્યાંથી પરત લાવવા સહિતની બાબતોને ધ્યાનમાં રાખીને કોર્ટે રૂપિયા 5 લાખ જમા કરવા માટે સૂચના આપી હોવાનું પણ જાણવા મળ્યું છે.