મહારાષ્ટ્રમાં ઓપરેશન લોટસ ? શિવસેનાથી નારાજ 20 જેટલા ધારાસભ્યો સુરતની હોટલમાં રોકાયા !

મહારાષ્ટ્રની રાજનીતીમાં નવાજૂનીના એંધાણ વર્તાય રહ્યા છે. શિવસેનાથી નારાજ ધારાસભ્યોએ સુરતમાં પડાવ નાખ્યો છે.

New Update
મહારાષ્ટ્રમાં ઓપરેશન લોટસ ? શિવસેનાથી નારાજ 20 જેટલા ધારાસભ્યો સુરતની હોટલમાં રોકાયા !

મહારાષ્ટ્રની રાજનીતીમાં નવાજૂનીના એંધાણ વર્તાય રહ્યા છે. શિવસેનાથી નારાજ ધારાસભ્યોએ સુરતમાં પડાવ નાખ્યો છે. સાથે જ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અને પૂર્વ સી.એમ.દેવેન્દ્ર ફડણવીસ આ સમગ્ર ઓપરેશણ પાર પાડી રહ્યા હોવાની વાત વહેતી થઈ છે

Advertisment

મહારાષ્ટ્રની રાજનીતિમાં 'ખજૂરાહોકાંડ' સર્જાયું છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં ભડકો થયો છે. શિવસેનાથી નારાજ થઈ એકનાથ શિંદે સહિત 20થી વધુ ધારાસભ્ય સોમવારની સાંજથી સંપર્કવિહોણા બન્યા હતા. તેઓ સુરતની ડુમ્મસ રોડ પર આવેલી લા મેરિડિયન હોટલમાં રોકાયા છે. હોટલ બહાર ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મહત્ત્વપૂર્ણ છે કે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સોમવાર સાંજે જ યોગ દિવસના પોતાના તમામ કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યા હતા. નારાજ ધારાસભ્યોને લઈને શિવસેનામાં સ્થિતિ વણસતાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બપોરે 12 વાગ્યે ઈમર્જન્સી બેઠક બોલાવી છે. આજે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા વિશ્વ યોગ દિવસના તમામ કાર્યક્રમોમાં જોવાનું રદ કરી દીધું હોવાનું ગઈકાલે રાત્રે જ જાણવા મળ્યું હતું. વિશ્વ યોગ દિવસના સી.આર.પાટીલના તમામ કાર્યક્રમ રદ કરવા પાછળ શિવસેના નારાજ ધારાસભ્ય સાથેની મુલાકાત પણ હોય શકે છે. સી.આર.પાટીલ પોતે મરાઠી છે. તેઓ મુંબઈના શિવસેનાના ધારાસભ્યો સાથે ખૂબ સારી રીતે સંપર્કમાં છે. દેવેન્દ્ર ફડણવીસ અને સી.આર.પાટીલ દ્વારા આ ગુપ્ત રાહે નારાજ શિવસેનાના ધારાસભ્યોને પોતાના તરફેણમાં લાવવા માટેનો પ્રયાસ શરૂ કરાયો હોય એ પ્રકારની ચર્ચા ચાલી રહી છે. શિવસેનાના ધારાસભ્ય હાલ તેમના જ પક્ષના નેતાઓથી નારાજ હોય એવી ચર્ચા વહેતી થઈ છે.

Latest Stories