સુરતમાં 46 વિદ્યાર્થીઓને આચાર્યએ એલસી પકડાવી દેતા શિક્ષણ જગતમાં ખળભળાટ

સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાંથી બાળકોને એલસી આપી દેવાનો મામલો સામે આવ્યો હતો. શાળાના આચાર્યએ 46 જેટલા વિદ્યાર્થીઓને એલસી પકડાવી દીધા હતા.

New Update

સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાંથી બાળકોને એલસી આપી દેવાનો મામલો સામે આવ્યો હતો. શાળાના આચાર્યએ 46 જેટલા વિદ્યાર્થીઓને એલસી પકડાવી દીધા હતા. આ ઘટના અંગે શિક્ષણ મંત્રી સુધી ફરિયાદ કરવામાં આવી હતી

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પાલનપુરમાં આવેલ શાળા નંબર 318 માં આચાર્ય દ્વારા બાળકોને એલસી આપી દેવાની ઘટના સામે આવી હતી. આ અંગે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા સુધી આ અંગેની ફરિયાદ કરવામાં આવી હતી,જેના કારણે મંત્રી પ્રફુલ પાનસેરીયા દ્વારા શાશના અધિકારી તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષને જાણ કરીને શાળાના આચાર્યને આ કૃત્ય કરવા બદલ તાત્કાલિક બરતરફ કરવાની સૂચના આપી હતી,અને આચાર્યને ફરજ પરથી બરતરફ કરવામાં આવ્યા હતા,જ્યારે યુ.આર.સીસી.આર.સી અને નિરીક્ષકને પણ કારણદર્શક નોટીસ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યુ હતું. 

#Surat News #leaving certificate #Students #Principal #Gujarat #Surat
Here are a few more articles:
Read the Next Article