સુરત: પુણા ગામમાં ગટરના પાણી ઉભરાતા સ્થાનિક રહીશોમાં રોગચાળાનો ભય

સુરતમાં ખાડી પૂરના પાણી ઓસરી ગયા બાદ જનજીવન રાબેતા મુજબ ધબકતું થયું છે, ત્યારે હવે પુણા ગામમાં ગટરીયા પાણીને કારણે સ્થાનિકો રહીશો પરેશાન થઇ ગયા છે.

New Update

સુરતના પુણામાં રહીશો ગટરના પાણીથી પરેશાન

મનપાની સ્વચ્છતાની વાત પણ વાસ્તવિકતા જુદી

સ્થાનિકોને રોગચાળાનો ડર સતાવી રહ્યો છે

ભાજપ-આપ ભાઈભાઈ ગટરનું પાણી રોડે જાયના લાગ્યા નારા 

ગટરના ઢાંકણા પર બંને પાર્ટીના ઝંડા લગાવી કરાયો વિરોધ  

સુરતમાં ખાડી પૂરના પાણી ઓસરી ગયા બાદ જનજીવન રાબેતા મુજબ ધબકતું થયું છે, ત્યારે હવે પુણા ગામમાં ગટરીયા પાણીને કારણે સ્થાનિકો રહીશો પરેશાન થઇ ગયા છે. ગટરના પાણીને કારણે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.આજે સોસાયટીના રહીશોએ સત્તાપક્ષ અને વિપક્ષના ઝંડા સાથે વિરોધ કર્યો હતો અને તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી હતી.

સુરત મહાનગર પાલિકા સ્વચ્છતાના બણગા ફૂંકી રહી છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ સામે આવી છે. પોષ વિસ્તાર છોડી મોટાભાગના વિસ્તારમાં ગંદકી અને ગટરના પાણી ભરાવવાની સમસ્યાની ફરિયાદ ઉઠી રહી છે.ત્યારે સુરતના પુણા ગામ ખાતે પીર દરગાહની સામે આવેલા રસ્તા પરની લક્ષ્મીનગર સોસાયટીકૃષ્ણનગર સોસાયટીમારૂતિ નગર સોસાયટીનિરાંત નગર સોસાયટીસાંઈ નગર સોસાયટીની વચ્ચેથી પસાર થતા જાહેર રસ્તા ઉપર છેલ્લા છ મહિનાથી ગટર લાઈન ઉભરાઈ રહી છે. જેના કારણે ગટરનું ગંદુ પાણી રોડ ઉપર વહી રહ્યું છે. સ્થાનિક આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને ભાજપના કોર્પોરેટરોને સોસાયટીના રહીશો દ્વારા વારંવારની રજૂઆત કરવા છતાં પણ કોઈ જ નિરાકરણ ન આવતા પુણા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં ભાજપ - આપ ભાઈ ભાઈ ગટરનું પાણી રોડે જાય જાય ના નારા સાથે ગટરના ઢાંકણા પર બંને પાર્ટીના ઝંડા લગાવી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 

આ વિરોધ પ્રદર્શનની અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશ સુહાગીયાકોંગ્રેસના અગ્રણી ચેતન રાદડિયા સહિત સ્થાનિકો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories