Connect Gujarat
સુરત 

દેશના 5 સોલર MSME ક્લસ્ટરમાં સુરતની પસંદગી, મોંઘા થતા કોલસા-પ્રદૂષણ સામે સોલર થર્મલ ટેકનોલોજીનો ઉપયોગ

દેશમાં મોંઘા થતા કોલસા સામે હવે સોલર થર્મલ ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે.

X

દેશમાં મોંઘા થતા કોલસા સામે હવે સોલર થર્મલ ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે. પ્રદૂષણ મુક્ત સાથે ટેક્સટાઇલ મિલોમાં સોલર થર્મલ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવનાર છે, ત્યારે દેશના 5 સોલર એમ.એસ.એમ.ઈ. ક્લસ્ટરમાં સુરત શહેરની પસંદગી કરાય છે.

કેન્દ્ર સરકાર દ્વારા ટેકસટાઇલ સહિતના ઉધોગોમાં પ્રદૂષણની માત્રા ઘટાડવા અને કોલસાની નિર્ભરતા ઓછી કરવા સોલર થર્મલ ટેકનોલોજીનો ઉપયોગ વધારવામાં આવી રહ્યો છે, ત્યારે સરકારે આવા એકમોને સબસિડી આપી પ્રોત્સાહિત કરવા યોજના બનાવી છે. કેન્દ્રના મંત્રાલય MSME મંત્રાલય, એનર્જી એફિઝિયન્સી કોર્પોરેશન લિ. અને યુનાઈટેડ નેશનલ ફાઉન્ડેશનના યુનિટો દ્વારા આ ટેકનોલોજીનો ઉપયોગ કરવા SGTPA સાથે કરાર કરવામાં આવ્યો છે. આ સૌર પહેલનો પ્રાથમિક ઉદ્દેશ ભારતમાં ઓળખાયેલ પાંચે MSME કલસ્ટોરો કોન્સન્ટેટીંગ સોલર થર્મલ (ST) ટેકનોલોજીના પ્રમોશન દ્વારા નાના, સુક્ષમ અને મધ્યમ ઉદ્યોગોને ઊર્જા વપરાશમાં વધુ ટકાઉ બનાવવાનો છે.

દેશમાં આવા 5 ટેકસટાઈલ એમ.એસ.એમ.ઈ. ક્લસ્ટર ચિન્હિત કરવામાં આવ્યા છે. જેમાં આ પહેલા શરૂ કરવા માટે પસંદ કરાયેલું સુરત શહેર પ્રથમ ક્લસ્ટર છે. યુનિટો અને SGTPA વચ્ચેના સંબંધો તાજેતરના વર્ષોથી ઘણી હદ સુધી મજબૂત છે. સુરતમાં પ્રથમ 10 યુનિટોમાં સોલર થર્મલનો પ્રયોગ કરવામાં આવનાર છે. કોલસાનો ઉપયોગ ઓછો થશે અને કોલસાનો ભાવ ઘટશે તેમ જ મહત્વની વાત કરીએ તો પ્રદૂષણમાં પણ ઘટાડો નોંધાશે તેમ SGTPAના પ્રમુખે જણાવ્યુ હતું.

Next Story
Share it