/connect-gujarat/media/post_banners/1fc2c4eb5674f695794e8abb7fcaf681b6dfdefe0c01c344c5e6122b609d22b5.jpg)
સુરત શહેરની ખટોદરા પોલીસે ઘરફોડ ચોરીના 2 રીઢા આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેર તથા જીલ્લામાં તસ્કરો જાણે પોલીસના ડર વિના બેફામ બન્યા હોય તેમ એકબાદ એક ચોરી, ધાડ તેમજ લૂંટની ઘટનાને અંજામ આપી રહ્યા છે, ત્યારે 3 ઘરફોડ ચોરી અને 2 વાહન ચોરીનો ખટોદરા પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે 2 રીઢા આરોપીઓને ઝડપી રૂ. 7 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. આ બન્ને આરોપીઓ વહેલી સવારે 4થી 6માં ચોરીને આંજામ આપતા હતા. જોકે, 2 પૈકી એક આરોપી ઉપર 70થી વધુ ગુન્હા પણ નોંધાય ચુક્યા છે. આ બન્ને તસ્કરો પાસેથી અગાઉ રાજસ્થાન પોલીસે 2 કિલો સોનું અને 1 કિલો ચાંદી પણ જપ્ત કરી હતી, ત્યારે હાલ તો ખટોદરા પોલીસે ઘરફોડ ચોરીના 2 રીઢા આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.