સુરત : અઠવાલાઇન્સ-રાંદેરમાં 2 ઉદ્યાનોનું કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરાયું...

સુરતમાં ખાનગી સંસ્થા દ્વારા જાહેર બગીચાઓની કાયાપલટ કરી બનાવવામાં આવેલા 2 જેટલા ઉદ્યાનોનું કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update

ખાનગી સંસ્થા દ્વારા જાહેર બગીચાઓની કાયાપલટ

અઠવાલાઇન્સ-રાંદેરમાં 2 જેટલા ઉદ્યાનોનું લોકાર્પણ

કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત

બાળકોથી લઈને વૃદ્ધોને મળશે ગાર્ડનની સુવિધાનો લાભ

વધુમાં વધુ લોકો લાભ લે તેવી તંત્ર દ્વારા અપીલ કરાય

સુરતમાં ખાનગી સંસ્થા દ્વારા જાહેર બગીચાઓની કાયાપલટ કરી બનાવવામાં આવેલા 2 જેટલા ઉદ્યાનોનું કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

સુરત શહેરના અઠવાલાઇન્સ સ્થિત સર્કિટ હાઉસ અને રાંદેર ખાતે 2 અલગ અલગ ઉદ્યાનોનું લોકાર્પણ કરાયું હતું. ટોરેન્ટ ગ્રુપની ચેરીટેબલ સંસ્થા યુએનએમ ફાઉન્ડેશને જાહેર બગીચા શહેરની જનતાને સમર્પિત કર્યા હતા. યુએનએમ ફાઉન્ડેશન પોતાની પ્રતીતિ પહેલ અંતર્ગત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ હેઠળ આ બંને બગીચાઓનો વિકાસ કરી શહેરની 34,000 ચોરસ મીટરનો ગ્રીન સ્પેસમાં વધારો કર્યો છે. જે બાગ બગીચાઓનું કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જાણીતા સમાજ સુધારક શ્રી રવિશંકર મહારાજના નામ પરથી સુરતના અઠવાલાઇન્સ મુકામે આવેલા બગીચાનું નવીનીકરણ કરવાની સાથે નામકરણ કરી જાહેર જનતા માટે ઉદ્યાન ખુલ્લું મુકવામાં આવ્યું છે. જે બગીચાનું નામ પ્રખ્યાત ગુજરાતી સાહિત્યકાર શ્રી જ્યોતીન્દ્ર દવેના નામ પરથી રાખવામાં આવ્યું છે. તેવી જ રીતે રાંદેર ઝોન વિસ્તારમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 5700 ચોરસ મીટર વિસ્તાર ધરાવતા બગીચાનંા નવીનીકરણ કરવામાં આવ્યું છે. જેમાં નાના બાળકોથી લઈને સિનિયર સીટીઝનો પણ આ ગાર્ડનની સુવિધાનો લાભ મેળવી શકે તે માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ગાર્ડનમાં 750 જેટલા જૂના વૃક્ષોનું સરક્ષણ કરવામાં આવ્યું છેજ્યારે 62400 જેટલા ફૂલ છોડનું વાવેતર કરવામાં આવ્યું છે. શારીરિક રીતે અશક્ત વ્યક્તિઓના પ્રવેશ માટે ખાસ રેમ્પ તૈયાર કરાયો છે. જેનો જાહેર જનતા વધુમાં વધુ લાભ લે તે માટે તંત્ર અને ટોરેન્ટ પાવર દ્વારા અપીલ કરવામાં આવી છે.

#CGNews #Surat #CR Paatil #Rander #inaugurated
Here are a few more articles:
Read the Next Article