-
ઉતરાયણમાં ચાઈનીઝ દોરી-તુક્કલ સામે સરકાર દ્વારા પ્રતિબંધ
-
સરથાણા વિસ્તારમાં આવેલ પાર્વતી નગરમાં પોલીસના દરોડા
-
પ્રતિબંધિત ચાઈનીઝ તુક્કલ સાથે 2 વેપારીઓની ધરપકડ કરી
-
પોલીસે રૂ. 12 હજારના 250 નંગ ચાઈનીઝ તુક્કલ જપ્ત કર્યા
-
પોલીસની કડક કાર્યવાહીના પગલે અન્ય લોકોમાં પણ ફફડાટ
સુરત શહેરના સરથાણા વિસ્તારના પાર્વતી નગરમાંથી પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ તુક્કલ સાથે 2 વેપારીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉતરાયણમાં ચાઈનીઝ બનાવટની દોરી અને તુક્કલનો ઉપયોગ, વેચાણ કે સંગ્રહ કરવા પર સરકાર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવા છતાં કેટલાક લોકો પ્રતિબંધની ઐસી-તૈસી કરી કાયદા-નિયમોનો ભંગ કરતા હોય છે. જોકે, આવા આસામીઓ વિરુદ્ધ પોલીસ દ્વારા અવારનવાર કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવે છે, ત્યારે સુરત શહેરના સરથાણા વિસ્તારના પાર્વતી નગરમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ તુક્કલ મળી આવ્યા છે. સરથાણા પોલીસે બાતમીના આધારે રૂ. 12,500/-ની કિંમતના 250 નંગ ચાઈનીઝ તુક્કલ જપ્ત કરવામાં આવ્યા હતા. આ સાથે જ તુક્કલ વહેંચનાર જય ચાંચડ અને પર્વ દેવાણીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ, પોલીસની કડક કાર્યવાહીના પગલે અન્ય લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે.