સુરત શહેરના સરથાણા વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ વેપારી ઉપર ફાયરિંગ કરતાં ચકચાર મચી જવા પામી હતી. બનાવના પગલે ઇજાગ્રસ્ત વેપારીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સુરતના સરથાણા વિસ્તારમાં શુક્રવારની વહેલી સવારે મોર્નિંગ વોક પર નીકળેલા હિરેન મોરડિયા નામના વેપારી પર ફાયરિંગ થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં બાઈક પર આવેલા 2 અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરતાં વેપારીને ખભાના ભાગે ઈજા પહોંચી હતી..
જેથી ઇજાગ્રસ્ત વેપારીને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ, ફાયરિંગ કરી બન્ને શખ્સો ફરાર થઈ ગયા હતા. બાદમાં સ્થાનિકોએ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરી હતી, ત્યારે બનાવની જાણ થતાં જ સરથાણા પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે, સરથાણા વિસ્તારમાં થયેલ ફાયરિંગના પગલે આસપાસના લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.