Connect Gujarat
સુરત 

સુરત : મોબાઈલની લૂંટ કરવા આવેલા ૩ શખ્સોએ યુવકની ચપ્પુના ઘા ઝીકી કરી નાખી હત્યા, ઘટના CCTVમાં કેદ

સુરત શહેરમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે, જેમાં મોબાઈલ લૂંટ કરવા આવેલા ઈસમો સામે પ્રતિકાર કરતા એક કામદારની હત્યા કરી નાખવામાં આવી છે

સુરત : મોબાઈલની લૂંટ કરવા આવેલા ૩ શખ્સોએ યુવકની ચપ્પુના ઘા ઝીકી કરી નાખી હત્યા, ઘટના CCTVમાં કેદ
X

સુરત શહેરમાં લૂંટ વિથ મર્ડરની ઘટના સામે આવી છે. મોબાઈલ લૂંટ કરવા આવેલા ૩ ઈસમોએ કામદારની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી નાખી છે. હત્યાની આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. આ ઘટનાને લઈને શહેરમાં ચકચાર મચી જવા પામી છે. તો બીજી તરફ, પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.

સુરત શહેરમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે, જેમાં મોબાઈલ લૂંટ કરવા આવેલા ઈસમો સામે પ્રતિકાર કરતા એક કામદારની હત્યા કરી નાખવામાં આવી છે. મળતી માહિતી મુજબ સુરતના સચિન વિસ્તારમાં આવેલા સુડા સેક્ટર નજીક આ બનાવ સામે આવ્યો છે. સાડીના કારખાનામાં કામ કરતો સની ચૌહાણ નામનો યુવક રાત્રીના સાડા બાર વાગ્યાની આસપાસ પસાર થઇ રહ્યો હતો. તે દરમ્યાન ત્યાં બાઈક પર ૩ ઈસમો આવ્યા હતા અને ૩ પૈકીના એક ઇસમે મોબાઈલ ઝૂટવાની કોશિશ કરી હતી. જોકે, શનીએ પ્રતિકાર કરતા તેને પેટના ભાગે ચપ્પુના ઘા ઝીકી દેવાયા હતા.

આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ શની ત્યાં જ ઢળી પડ્યો હતો, જયારે બાઈક પર આવેલા ત્રણેય ઈસમો ત્યાંથી ફરાર થઇ ગયા હતા. આ ઘટનામાં ગંભીર રીતે ઈજા પામેલા સનીનું મોત થયું છે. લૂંટ વિથ મર્ડરની આ ઘટનાને લઈને શહેરમાં ચકચાર મચી જવા પામી છે. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં આવા મોબાઈલ સ્નેચરો બેફામ બન્યા છે, અને મોબાઈલ સ્નેચીગ કરી બાઈક પર ફરાર થઇ જાય છે, ત્યારે આવા મોબાઈલ સ્નેચરોને જાણે પોલીસનો કોઈ જ ખોફ ન રહ્યો હોય તેમ હવે લોકોના મોબાઈલ ફોન લૂંટવાની સાથે હત્યાની ઘટનાને પણ અંજામ આપી રહ્યા છે.

Next Story