Connect Gujarat
સુરત 

સુરત: માંડવીમાં DJના ટેમ્પા પરથી પસાર થતી વીજલાઇનને અડી જતા 4 લોકોને લાગ્યો કરંટ, કિશોરનું નિપજયુ મોત

માંડવી ખાતે 4 લોકોને વીજ કરંટ લાગ્યો હતો. લગ્નની જાનમાં આવેલ ડી.જેનાં ટેમ્પા પર ચઢીને વીજ વાયર ઊંચો કરવા જતાં 14 વર્ષીય સગીરનું મોત નીપજ્યું હતું.

સુરત: માંડવીમાં DJના ટેમ્પા પરથી પસાર થતી વીજલાઇનને અડી જતા 4 લોકોને લાગ્યો કરંટ, કિશોરનું નિપજયુ મોત
X

સુરત જિલ્લાના માંડવી ખાતે 4 લોકોને વીજ કરંટ લાગ્યો હતો. લગ્નની જાનમાં આવેલ ડી.જેનાં ટેમ્પા પર ચઢીને વીજ વાયર ઊંચો કરવા જતાં 14 વર્ષીય સગીરનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 3 યુવાનને 108ની મદદથી માંડવીની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

સુરતના માંડવી તાલુકાના આંબલી ગામે નિશાળ ફળિયામાં રહેતા અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા રાકેશ વસાવા પત્ની અને બે પુત્રો સાથે રહે છે. ગતરોજ તેઓના ફળિયામાં રહેતા ધીરુભાઈ વસાવાની પુત્રી નિશાના લગ્ન હતા અને બીલીમોરાથી જાન આવી હતી જે જાનમાં રાકેશઅને તેનો 14 વર્ષીય મોટો પુત્ર આયુષ ગયા હતા. દરમિયાન આયુષ ડી.જે સાઉન્ડનાં સ્પીકર પર ડી.જે સાઉન્ડના અન્ય 3 કારીગરો સાથે બેઠો હતો. ડી.જે.નો ટેમ્પો ચાલક ટેમ્પો રિવર્સ મારી રહ્યો હતો. દરમિયાન ઉપરથી પસાર થતો વિજતાર નજીક આવતા આયુષે હાથથી વિજતાર પકડી ઊંચો કરવા જતાં ઉપર બેસેલા ચારેયને કરંટ લાગ્યો હતો. ઘટનાના પગલે ત્યાં હાજર એક યુવાને 108ને જાણ કરી તેઓની મદદથી ચારેયને માંડવીની સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં ફરજ પરના તબીબે 14 વર્ષીય આયુષને મૃત જાહેર કર્યો હતો. જ્યારે ડી.જેનાં કારીગર આકાશ રાયજા,પંકજ અરવિંદ પાડવા અને વીનેશ પારસિંગ વસાવાને ગંભીર ઈજાઓ થતા તેઓ હાલ સારવાર હેઠળ છે.ઘટનાની જાણ માંડવીના ધારાસભ્ય અને સરકારના રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિને થતા તેઓ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્ત લોકોના ખબર અંતર પૂછ્યા હતા

Next Story