સુરત : કંજર ગેંગની 6 મહિલાઓની કડોદરા પોલીસે કરી ધરપકડ, રૂ. 9 લાખ જપ્ત...

ખાવાનું અને ભીખ માંગવાના બહાને મહિલાઓ જે તે દુકાનોમાં પ્રવેશીને દુકાનદારની નજર ચૂકવીને લાખોના મત્તાની ચોરી કરી ફરાર થઈ જતી હતી

New Update
સુરત : કંજર ગેંગની 6 મહિલાઓની કડોદરા પોલીસે કરી ધરપકડ, રૂ. 9 લાખ જપ્ત...

સુરત જિલ્લાના કડોદરા પોલીસે કંજર ગેંગની 6 મહિલાઓની અટકાયત કરી હતી. ખાવાનું અને ભીખ માંગવાના બહાને મહિલાઓ જે તે દુકાનોમાં પ્રવેશીને દુકાનદારની નજર ચૂકવીને લાખોના મત્તાની ચોરી કરી ફરાર થઈ જતી હતી. આ સાથે જ પોલીસે બારડોલીના મની ટ્રાન્સફરની દુકાનમાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલી રૂ. 9 લાખ પણ જપ્ત કર્યા છે.

Advertisment

તમને ગરીબ ભોળી અને ગરીબ દેખાતી આ 6 મહિલાઓ આજીવિકા માટે પેટિયું રળતી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાય છે. પરંતુ આ મહિલાઓ જેઓ દુકાનોમાં દુકાનદારને નજર ચૂકવીને ચોરી કરવામાં માહિર છે. 6 જેટલી મહિલાઓ સુરત જિલ્લાના બારડોલી ખાતે સૌપ્રથમ રાજમાર્ગ ઉપર આવેલ ગાયત્રી ચેમ્બરની મની ટ્રાન્સફરની દુકાનને નિશાન બનાવી હતી, જ્યાં બાળકો માટે જમવાનું માગીને દુકાનદારની નજર ચૂકવીને 9 લાખ રૂપિયા ભરેલ બેગ લઈને ભાગી છુટી હતી. સમગ્ર મામલે બારડોલી પોલીસ હરકતમાં આવતા, આ મહિલાઓને કડોદરા તરફ ભાગી હોવાનું માલુમ પડ્યું હતું.

જેથી બારડોલી પોલીસે કડોદરા પોલીસની મદદ લીધી હતી. બારડોલી પોલીસ અને કડોદરાથી કડોદરા નુરી મીડિયા નજીકથી નાના બાળકો સાથે આ 6 મહિલાઓની પોલીસ અટકાયત કરી લીધી હતી, ત્યારે તેઓની ગુનાની કબૂલાત સાંભળી પોલીસ પણ ચોકી ઉઠી હતી. આ 6 મહિલાઓ પૈકી સુનીતા ઉર્ફે મમતા પરમાર મુખ્ય સૂત્રધાર છે. જેનાં વિરુદ્ધ સુરત જિલ્લામાં જ નહીં પરંતુ અમદાવાદ, વડોદરા, જુનાગઢ અને પોરબંદર સહિતના જિલ્લાઓમાં આ જ પ્રકારની તરકીબથી ચોરી કરતા અનેક ગુનાઓ નોંધાય હોવાનું બહાર આવ્યું છે,

જ્યારે મિત્તલ ઉર્ફે નીતા પવાર, સપના આર્યન પવાર સહિતની તમામ મહિલાઓ સામે પણ વલસાડ, ખેડા અને ભરૂચ જિલ્લામાં અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યાનો પોલીસ તપાસ દરમિયાન ખુલાસો થયો છે. પોલીસે ઝડપેલ 6 મહિલાઓ નાના બાળકોનું ઓથું લઈને જે તે નાની મોટી દુકાનોને નિશાન બનાવે છે. જે કંજર ગેંગ થી ઓળખાતી આવી છે. હાલ કડોદરા પોલીસે આ મહિલાઓની અટકાયત કરીને બારડોલીના મની ટ્રાન્સફરની દુકાનમાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલી રૂ. 9 લાખ પણ જપ્ત કર્યા છે.

Advertisment
Latest Stories