સુરત : અઠવામાં એક જ એપાર્ટમેન્ટમાંથી કોરોનાના 9 દર્દીઓ મળ્યાં, તંત્રમાં દોડધામ

New Update
સુરત : અઠવામાં એક જ એપાર્ટમેન્ટમાંથી કોરોનાના 9 દર્દીઓ મળ્યાં, તંત્રમાં દોડધામ

સુરતના અઠવા વિસ્તારમાં આવેલાં એક એપાર્ટમેન્ટમાં એક સાથે 9 લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતાં તંત્રમાં દોડધામ જયારે લોકોમાં ભય ફેલાયો છે.

રાજયમાં કોરોનાના કેસોની ગતિ ધીમી પડી જતાં સરકાર અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. કોરોનાના કેસ ઘટી જતાં સરકારે જાહેરમાં પ્રસંગો તથા તહેવારોની ઉજવણીની છુટ આપી છે પણ તહેવારો બાદ કોરોનાએ ફરીથી માથું ઉચકયું હોય તેમ લાગી રહયું છે. મહાનગર સુરતમાં કોરોનાની બંને લહેર ઘાતક નીવડી હતી અને અનેક લોકો પોતાના જીવ ગુમાવી ચુકયાં છે. હવે સુરતના અઠવા વિસ્તારના એક જ એપાર્ટમેન્ટમાં રહેતાં 9 લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યાં છે. કોરોનાના નવ દર્દીઓ મળી આવ્યાં બાદ તંત્રએ એપાર્ટમેન્ટમાં રહેતાં અન્ય લોકોને કવોરન્ટાઇન કરી દીધાં છે. જે લોકોનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે તેમના સંપર્કમાં આવેલાં લોકોના પણ ટેસ્ટ કરાવવામાં આવી રહયાં છે. સુરત શહેરમાં કોરોનાના કેસ વધી રહયાં હોવાથી તંત્રમાં દોડધામ મચી ગઇ છે. સુરત મહાનગરપાલિકાએ લોકોને કોરોનાના ટેસ્ટ કરાવી લેવા માટે અપીલ પણ કરી છે.

Latest Stories