New Update
પ્રકાશના પર્વ દિવાળીના તહેવારો દરમિયાન સુરતમાં ફાયર વિભાગના ચોપડે આગ લાગવાના 90 બનાવ નોંધાયા હતા જેના પગલે ફાયર વિભાગ દોડતું રહ્યું હતું
દિવાળીના દિવસે આગના બનાવોમાં વધારો થતો હોય છે ત્યારે ગતરોજ દિવાળીના તહેવારને લઈને સુરત શહેરનું ફાયર વિભાગ આખી રાત દોડતું રહ્યું હતું. 90 જેટલા આગના બનાવો ફાયર વિભાગના ચોપડે નોંધાયા છે. એક નવેમ્બરની રાતની વાત કરવામાં આવે તો 12:00 વાગ્યા બાદ આગના 33 કોલ નોંધાયા છે.મોડી રાત્રે વરાછામાં આવેલી રચના સોસાયટી ખાતે આવેલા મોબાઈલના કવર ગોડાઉનની અંદર ફટાકડાના ઉડેલા તણખાને કારણે આગ લાગી હતી. આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. આગની જાણ થતાં જ ત્રણ જુદા જુદા ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.આગને પગલે ગોડાઉનમાં રહેલો મોબાઈલ કવરનો જથ્થો તેમજ અન્ય સામાન બળી ગયો હતો. જોકે આ ઘટનામાં કોઈ જ પ્રકારની જાનહાનિ થઈ ન હતી.
Latest Stories