સુરત: સગા પિતાએ જ 14 વર્ષીય દીકરી પર આચર્યું દુષ્કર્મ,પોલીસે નરાધમની કરી ધરપકડ

સગા પિતાએ જ 14 વર્ષીય દીકરી પર બળાત્કાર ગુજારી અન્ય 13 વર્ષીય દીકરીની છેડતી કરી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.

New Update
સુરત: સગા પિતાએ જ 14 વર્ષીય દીકરી પર આચર્યું દુષ્કર્મ,પોલીસે નરાધમની કરી ધરપકડ
Advertisment

સુરતના સલાબતપુરામાં સગા પિતાએ જ 14 વર્ષીય દીકરી પર બળાત્કાર ગુજારી અન્ય 13 વર્ષીય દીકરીની છેડતી કરી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ મામલામાં પોલીસે હવસખોર પિતાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisment

સલાબતપુરા પોલીસની માન દરવાજા પોલીસ ચોકી પર ગત રોજ બપોરે 14 વર્ષની તરુણી ગભરાયેલી હાલતમાં તેનાથી એકાદ વર્ષ નાની બહેન સાથે નજરે ચડતા હાજર પોલીસ જવાને શું થયું એ પુછ્યું હતું તે મારે મહિલા પોલીસ ને મળવું છે તેમ કહ્યું હતું કે પોલીસ જવાને કારણ પૂછતા તરુણી ડરતા ડરતા જે હકીકત જણાવી તે સાંભળીને પોલીસ જવાન તરત જ પોલીસ પીસીઆરને બોલાવી હતી અને બંનેના પોલીસ સ્ટેશન લઇ જઇ મહિલા પોલીસની હાજરીમાં પૂછપરછ કરતાં સગા પિતા સિકંદર સલીમ શેખે ગત રાત્રે અને સાંજે સવારે તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની વાત કરી હતી. સલાબતપુરા પોલીસે તરૂણી વાત સાંભળી તરત જ તેની માતાને પોલીસ સ્ટેશન બોલાવી હતી અને તમામ હકીકતથી વાકેફ કરાવી બાદ તે જ ફરિયાદના આધારે સિકંદર સામે દુષ્કર્મનો ગુનો નોંધી તાત્કાલિક સિકંદરની ધરપકડ હતી

Latest Stories