સુરત : ધોરણ 9માં અભ્યાસ કરતા 16 વર્ષીય વિદ્યાર્થીએ જન્મદિવસે જ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર

સુરતમાં આવેલ વિજય લક્ષ્મી નગરમાં રહેતા 16 વર્ષીય આશુતોષ ધોરણ 9માં અભ્યાસ કરતો હતો,અને તેનો જન્મદિન હોય પરિવારજનો દ્વારા જન્મદિવસની ઉજવણી કરવાની તૈયારીઓ કરી હતી,

New Update
  • જન્મદિવસના દિવસે જ જીવનલીલા સંકેલી

  • 16 વર્ષીય વિદ્યાર્થીએ કર્યો આપઘાત

  • જન્મદિવસની ઉજવણી શોકમાં ફેરવાઈ

  • પરિવારજનોમાં શોકનો છવાયો માહોલ

  • વિદ્યાર્થીના આપઘાત પાછળનું કારણ અકબંધ

  • ઘટનામાં પોલીસે શરૂ કરી તપાસ

સુરતના ભેસ્તાનના વિજય લક્ષ્મી નગરમાં 16 વર્ષીય વિદ્યાર્થીએ જન્મદિવસના દિવસે જ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી.પિતા કેક લઈને ઘરે આવ્યા ત્યારે પુત્રએ ગળે ફાંસો ખાઈને અંતિમ પગલું ભરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલ વિજય લક્ષ્મી નગરમાં રહેતા 16 વર્ષીય આશુતોષ ધોરણ 9માં અભ્યાસ કરતો હતો,અને તેનો જન્મદિન હોય પરિવારજનો દ્વારા જન્મદિવસની ઉજવણી કરવાની તૈયારીઓ કરી હતી,અને આશુતોષના પિતા આ ખુશીના અવસરને મનાવવા માટે કેક લેવા માટે ગયા હતા,અને પિતા કેક લઈને ઘરે આવ્યા તો ઘરની અંદરનું દ્રશ્ય જોઈને તેઓ હેબતાઇ ગયા હતા,કારણ કે જે વ્હાલસોયા પુત્રનો જન્મદિવસ હતો તે પુત્રએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.અને આ ખુશીનો માહોલ પરિવાર માટે માતમમાં ફેરવાઇ ગયો હતો.

ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા,અને પોલીસને જાણ કરવામાં આવી હતી.પોલીસે આશુતોષના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને 16 વર્ષીય વિદ્યાર્થીના આપઘાત પાછળનું સાચું કારણ જાણવા માટેના પ્રયત્નો શરૂ કર્યા છે.

Latest Stories