/connect-gujarat/media/post_banners/e05ff8c81c174091a0636f4b52f5deb08f8d3d2c50a45560b11b6a3877af7a12.jpg)
સુરત શહેરમાં હાર્ટ એટેકનો સિલસિલો યથાવત છે. ત્યારે અઠવા વિસ્તારમાં રહેતા અને ટેલરિંગનું કામ કરતાં 42 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. સુરત શહેરમાં હાર્ટ એટેકનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ખાસ કરીને નાની ઉંમરમાં જ હાર્ટ એટેક આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક કિસ્સો સુરતના અઠવા વિસ્તારમાં બન્યો છે.
ઓલપાડી મોહલ્લામાં રહેતા ટેલરિંગ નું કામ કરતા 42 વર્ષીય જયેશભાઈ ચીમનભાઈને આજરોજ સવારે બાથરૂમમાં નાહવા જતાં અચાનક હાર્ટ એટેક આવતા પરિવારના લોકો દોડી આવ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના હાજર તબીબોએ તેમણે મૃતક જાહેર કર્યા હતા.
મહત્વની વાત તો એ છે કે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી હાર્ટ એટેકના પ્રમાણ માં સતત વધારો નોંધતો રહ્યો છે, જેમાં ખાસ કરીને 15 થી 40 વર્ષની વયના લોકો હાર્ટ એટેકના વધુ શિકાર બની રહ્યા છે. ત્યારે અચાનક હાર્ટ એટેક આવવાથી મોતના નીપજતા લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.