સુરત: સ્કુલ બસની અડફેટે 7 વર્ષના બાળકનું મોત, માતા સાથે રસ્તો ક્રોસ કરી રહયો હતો તે દરમ્યાન સર્જાય દુર્ઘટના

સુરતના પાલ વિસ્તારમાં માતા સાથે રસ્તો ક્રોસ કરી રહેલા ૭ વર્ષીય બાળકને સ્કુલ બસ ચાલકે અડફેટે લેતા બાળકનું મોત નીપજ્યું હતું.

New Update
સુરત: સ્કુલ બસની અડફેટે 7 વર્ષના બાળકનું મોત, માતા સાથે રસ્તો ક્રોસ કરી રહયો હતો તે દરમ્યાન સર્જાય દુર્ઘટના

સુરતના પાલ વિસ્તારમાં માતા સાથે રસ્તો ક્રોસ કરી રહેલા ૭ વર્ષીય બાળકને સ્કુલ બસ ચાલકે અડફેટે લેતા બાળકનું મોત નીપજ્યું હતું. બીજી તરફ આ ઘટનામાં બસ ચાલકની પોલીસે અટકાયત કરી છે.

સુરત શહેરમાં છાશવારે અકસ્માતના બનાવો સામે આવતા રહે છે. આ ઉપરાંત કેટલાક વાહન ચાલકો પુરપાટ ઝડપે વાહન હંકારે છે જેને લઈને અકસ્માતો સર્જાઈ છે અને લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે ત્યારે આવી જ એક વધુ ઘટના સુરતના પાલ વિસ્તારમાં સામે આવી છે.સુરતના પાલ ગૌરવપથ રોડ પાસે કન્ટ્રકશના સાઈટ પર મજુરી કામ કરી ગુજરાન ચલાવતા પરિવારમાં માતા અને પુત્ર શાકભાજી માર્કેટ જવા માટે રસ્તો ક્રોસ કરી રહ્યા હતા તે વેળાએ એક સ્કુલ બસ ચાલકે પોતાની બસ પુરપાટ ઝડપે હંકારી ૭ વર્ષીય અબ્દુલ રઝાકને અડફેટે લીધા હતા જેમાં બાળકને ગંભીર ઈજાઓ થઇ હતી.બાળકને ગંભીર ઈજાઓ થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું ટુકી સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. બીજી તરફ આ ઘટનામાં પોલીસે બસ ચલાકની અટકાયત કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે.બાળકના મોતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો