સુરત : અઠવામાં લિસ્ટેડ બુટલેગરે કારથી પોલીસકર્મીને ઉડાવ્યો,પોલીસ મથકમાં PSOને  પણ માર્યો લાફો

સુરતની અઠવા લાઈન્સ પોલીસ મળસ્કે નાનપુરા ટીમલિયાવાડ ત્રણ રસ્તા પાસે વાહન ચેકિંગ કરતી હતી. ત્યારે અઠવાગેટ તરફથી કારમાં આવતા નાનપુરાના વોન્ટેડ બૂટલેગરે હેડ કોન્સ્ટેબલને ઉડાવતા તેને ઈજા થઈ હતી.

New Update
  • અઠવામાં પોલીસ કોન્સ્ટેબલ ઉપર બુલેગરે કાર ચઢાવી

  • વાહન ચેકિંગમાં દરમિયાન બુટલેગરે કોન્સ્ટેબલને ઉડાવ્યો

  • બુટલેગરની કાર બંધ થઈ જતા પોલીસે પકડી પાડ્યો

  • પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

  • આરોપી ચિત્રાર્થ ઉર્ફે ચિન્ટુ રાંદેરી લિસ્ટેડ બુટલેગર

  • પોલીસ મથકમાંPSOનો માર્યો લાફો

સુરતની અઠવા લાઈન્સ પોલીસ મળસ્કે નાનપુરા ટીમલિયાવાડ ત્રણ રસ્તા પાસે વાહન ચેકિંગ કરતી હતી. ત્યારે અઠવાગેટ તરફથી કારમાં આવતા નાનપુરાના વોન્ટેડ બૂટલેગરે હેડ કોન્સ્ટેબલને ઉડાવતા તેને ઈજા થઈ હતી.બૂટલેગરથી પહેલા રાઉન્ડમાં ટક્કરના વાગી તો યુ-ટર્ન લઈ ફરી આવ્યો અને હેડ કોન્સ્ટેબલને ઉડાવ્યો હતો.

સુરતના અઠવા લાઈન્સ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કારા જાદવભાઈ મધરાતે પેટ્રોલિંગ કરી એક વાગ્યાથી ત્રણ વાગ્યા દરમિયાન ટીમલિયાવાડ ત્રણ રસ્તા પાસે પીસીઆર 33 અને 34ના સ્ટાફ સાથે વાહન ચેકિંગ કરતા હતા. ત્યારે અઠવાગેટ તરફથી એક કાર આવતા કારાભાઈએ તેને રોકવા ઈશારો કર્યો હતો.કારચાલકે કાર ઊભી રાખવાના બદલે ફુલ સ્પીડમાં ભગાવી ત્યારબાદ ફરી પરત આવ્યો અને હેડ કોન્સ્ટેબલ કારાભાઇને કારથી જોરદાર ટક્કર મારી ઉડાવી દીધા હતા. હવામાં ફંગોળાઈને જમાદાર બોનેટ પર પટકાયા હતા. જમાદાર બોનેટ પરથી જમીન પર પડ્યા હતા અને કારચાલકે ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો.

અન્ય પોલીસકર્મીઓ પીસીઆરમાં પીછો કરતા કારચાલક ગાંધી સ્મૃતિ ભવન પાસેથી યુ-ટર્ન લઈ અઠવાગેટ તરફ ભાગવાની ફિરાકમાં હતો. જોકેકૈલાશ રેસ્ટોરન્ટ પાસે કાર અચાનક બંધ થઈ જતા પોલીસે કાર ચાલકને પકડી પાડ્યો હતો. અઠવા પોલીસે કાર ચાલક ચિત્રાર્થ ઉર્ફે ચિતરાજ ઉર્ફે ચિન્ટુ ભરત રાંદેરીને સકંજામાં લઈ સરકારી વાહનમાં બેસાડવા પ્રયાસ કરતા તેણે અહીં પણ આનાકાની કરીવિરોધ કરી ભાગવાની કોશિશ કરી હતી.વધુમાં પોલીસ મથકમાં પણPSOને લાફો ઝીંકી દીધો હોવાનું જાણવા મળ્યું છે.

Read the Next Article

સુરત : રૂ. 1.60 કરોડના ખર્ચે નવનિર્મિત દેશનું પ્રથમ ‘સ્માર્ટ બસ ડેપો’ બન્યું નવું નજરાણું…

સુરત મનપા દ્વારા રૂ. 1.60 કરોડના ખર્ચે નવનિર્મિત દેશનું પ્રથમ ‘સ્માર્ટ બસ ડેપો’ સુરતનું નવું નજરાણું બન્યું છે. સ્માર્ટ બસ ડેપોમાં Wi-Fi અને લાઈટિંગની વિશેષ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે

New Update
  • સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે પ્રયાસ

  • સોલર સિટી સુરતમાં સ્માર્ટ બસ સ્ટેશન પ્રોજેક્ટ કાર્યરત

  • સ્માર્ટ બસ સ્ટેશન સમગ્ર દેશમાં રોલ મોડેલ સાબિત થયું

  • દેશનું પ્રથમસ્માર્ટ બસ ડેપો’ સુરતનું નવું નજરાણું બન્યું

  • સ્માર્ટ બસ ડેપોમાંWi-Fi અને લાઈટિંગની વિશેષ સુવિધાઓ

સોલર સિટી સુરતનો સ્માર્ટ બસ સ્ટેશન પ્રોજેક્ટ સમગ્ર દેશ માટે રોલ મોડેલ બને તેવો સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રયાસ કરાયો છેત્યારે સુરત મનપા દ્વારા રૂ. 1.60 કરોડના ખર્ચે નવનિર્મિત દેશનું પ્રથમસ્માર્ટ બસ ડેપો’ સુરતનું નવું નજરાણું બન્યંા છે.

દેશ સહિત રાજ્યભરમાં ગ્રીન એનર્જી અને સસ્ટેનેબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં ઉત્તરોઉત્તર પ્રગતિ થઈ રહી છેત્યારે સુરત મહાનગરપાલિકા અને જર્મન સંસ્થાGIZ (ડેઉટસ્ચે ગેસેલ્સ્ચાફ્ટ ફુર ઇન્ટરનેશનલે જુસામેનરબેઇટના સહયોગથી તૈયાર થયેલા આ પ્રોજેક્ટ હેઠળ રૂફટોપ સોલર પાવર પ્લાન્ટ અને સેકન્ડ લાઇફ બેટરી સ્ટોરેજ સિસ્ટમ દ્વારા બસો માટે 24x7 ગ્રીન ચાર્જિંગ સુવિધા સાથેWi-Fi અને લાઈટિંગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે.

આ અંગે કાર્યપાલક ઈજનેર પ્રકાશ પંડ્યાએ જણાવ્યું હતું કેસુરતના અલથાણ વિસ્તારમાં તૈયાર કરાયેલા દેશનું પ્રથમ સૌર ઊર્જા આધારિત ઇલેક્ટ્રિક બસ ડેપો ખાતે 100 કિલોવોટ ક્ષમતા ધરાવતા રૂફટોપ સોલર પાવર પ્લાન્ટ અને પ્રતિ કલાકે 224 કિલોવોટ ક્ષમતા ધરાવતી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સ્થાપિત કરવામાં આવી છે. અંદાજિત રૂ. 1.60 કરોડના ખર્ચે બનેલો આ પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે જર્મન સહાય સંસ્થાGIZના સહકારથી અમલમાં મુકાયો છે.

સ્વચ્છ સુરતસોલર સુરત અને સ્માર્ટ સિટી સુરત તરીકે ઓળખાતા સુરતની યશકલગીમાં વધુ એક ઉમેરો થવા જઇ રહ્યો છે. સ્માર્ટ સિટી સુરતના અલથાણ ખાતેWi-Fi, ચાર્જિંગ અને લાઈટિંગ જેવી સુવિધાઓથી સજ્જ હાઈટેક ઇલેક્ટ્રિક બસ ડેપો તૈયાર કરવામાં આવ્યો છે. વાર્ષિક 1 લાખ વીજ યુનિટ વીજઉત્પાદન અને રૂ. 6.56 લાખની વીજબચત સાથે સુરતનું રાષ્ટ્રવ્યાપી ગ્રીન પરિવહન તરફ ઝડપી પ્રયાણ કરશે. રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ અને સેકન્ડ લાઇફ બેટરી સ્ટોરેજ સિસ્ટમ દ્વારા બસો માટે 24x7 ગ્રીન ચાર્જિંગ સુવિધા ઉપલબ્ધ થશે.