સુરત : હજીરાના મોરા ગામે ખાનગી બસમાં ફાટી નીકળી ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં.

સુરત શહેર હજીરા નજીક મોરા ગામમાં એક ખાનગી બસમાં આગ ફાટી નીકળી હતી.

New Update
સુરત : હજીરાના મોરા ગામે ખાનગી બસમાં ફાટી નીકળી ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં.

સુરત શહેર હજીરા નજીક મોરા ગામમાં એક ખાનગી બસમાં આગ ફાટી નીકળી હતી. બસમાં અચાનક જ આગ લાગતા લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી. જોત જોતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બસ બળીને ખાક થઈ ગઈ હતી. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાય નથી.

સુરત શહેરના વરાછાના વિસ્તારમાં લક્ઝરી બસમાં લાગેલી આગની શાહી સૂકાઈ નથી, ત્યાં વધુ એક લક્ઝરી બસમાં આગની ઘટનાએ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. હજીરાના મોરા ગામમાં પાર્ક કરેલી ખાનગી બસમાં અચાનક આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં જ સ્થાનિક ઉદ્યોગો અને સુરત ફાયર વિભાગના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાઇટરોએ બસમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી ગણતરીના કલાકોમાં આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, કોઈ જાનહાનિ ન નોંધાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, ત્યારે બસમાં કયા કારણોસર આગ લાગી હતી તે હજુ સુધી જાણી શકાયું નથી.

Latest Stories