Connect Gujarat
સુરત 

સુરત: બુલેટ લેવાના ઝઘડામાં મિત્રએ જ કરી મિત્રની હત્યા,પોલીસે આરોપીની કરી ધરપકડ

સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા વિધાર્થીને વેસુમાં બોલાવી તેના જ મિત્રએ હત્યા કરી દેતા ચકચાર મચી છે.

X

સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા વિધાર્થીને વેસુમાં બોલાવી તેના જ મિત્રએ હત્યા કરી દેતા ચકચાર મચી છે. બુલેટ વેચાણના રૂપિયાની લેતીદેતી બાબતે સમાધાન માટે વેસુમાં બોલાવી ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી.

સુરતના લીંબાયત ખાતે આવેલ ઈચ્છાબા સોસાયટીમાં રહેતા ૧૮ વર્ષીય હુજેફા હુમાયુ દેશમુખ પર ૨જી તારીખે વેસુના સફલ સ્કવેર પાસે આરોપી જુનેદ વકાર અલી સૈયદએ ચપ્પુના વડે જીવલેણ ઘા કરતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.જેથી તેને ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે એક ખનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.હુજેફા વિધાર્થીઓ હતો.તેમજ આરોપી જુનેદ તેનો મિત્ર જ હતો.છ મહિના પહેલા બુલેટ લેવા બાબતે બન્ને વચ્ચે ઝગડો થયો હતો.જે ઝગડાના સમાધાન માટે તેને ૨ તારીખે વેસુ ખાતે આવેલ સફલ સ્કવેર પાસે બોલાવવામા આવ્યો હતો જ્યા હુજેફા તેના મિત્ર કૈફ દેશમુખ સાથે ગયો હતો ત્યારે તેની અને આરોપી જુનેદ વચ્ચે ફરી ઝગડો થયો હતો ત્યારે આરોપીએ તેની ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હતો.આરોપી જુનેદ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની અટક કરી લેવામાં આવી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે.

Next Story