સુરત: મિત્રએ મિત્રની પત્નીનો કપડા બદલતો વિડીયો ઉતાર્યો, બ્લેકમેલ કરી દુષ્કર્મ આચારતા નોંધાય પોલીસ ફરિયાદ

કાપડનગરી સુરતમાં આરોપી રવિએ તેના મિત્રની પત્નીનો ન્યૂડ વીડિયો ઉતાર્યો હતો. બાદમાં મહિલાને બ્લેકમેઇલ કરી તેના પર દુષ્કર્મ આચર્યું હતું.

New Update
સુરત: મિત્રએ મિત્રની પત્નીનો કપડા બદલતો વિડીયો ઉતાર્યો, બ્લેકમેલ કરી દુષ્કર્મ આચારતા નોંધાય પોલીસ ફરિયાદ

સુરતમાં મિત્રએ મિત્રની પત્નીને બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચર્યાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, સુરતમાં એક વ્યક્તિએ તેના મિત્રની પત્નીનો કપડા ઉતારતો વીડિયો બનાવી બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની હતી. મહિલાએ આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.

કાપડનગરી સુરતમાં આરોપી રવિએ તેના મિત્રની પત્નીનો ન્યૂડ વીડિયો ઉતાર્યો હતો. બાદમાં મહિલાને બ્લેકમેઇલ કરી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહી મહિલા પાસેથી 6.50 લાખ રૂપિયા પડાવ્યા હતા. આરોપી રવિ મહિલાને સુરતની અનેક હોટલમાં લઇ જતો અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હતો.આરોપી રવિ પ્રવીણ ચાવડા રાજકોટમાં કટલરીની દુકાન ચલાવે અને બે સંતાનનો પિતા છે. વર્ષ 2021માં પરિણીતા ઘરે એકલી હોય ત્યારે આરોપી આવતો હતો. આરોપીએ પરિણીતાનો કપડા બદલતો નગ્ન વીડિયો ઉતારી લીધો હતો. પછી તેણે વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. બાદમાં મહિલાને અડાજણની વોકવે રોડ પર એક હોટેલમાં બોલાવી તેની સાથે જબરજસ્તી શારીરિક સંબંધ બાંધ્યો હતો.એટલું જ નહી આરોપી રવિ છેલ્લા 6 મહિનાથી પરિણીતા પાસે રૂપિયાની માંગણી કરતો હતો. ડરને લીધે પરિણીતાએ પહેલી વખત 50 હજાર આંગડિયામાં રાજકોટ મોકલ્યા હતા. બાદમાં આરોપીએ મહિલા પાસેથી ટુકડે-ટુકડે 5.50 લાખ પડાવ્યા હતા. પતિના મિત્રની આવી હરકતથી કંટાળીને પરિણીતાએ પિયરમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પાલ પોલીસે રવિ પ્રવીણ ચાવડા સામે દુષ્કર્મ, છેડતી અને આઈટી એક્ટનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories