/connect-gujarat/media/post_banners/e2567e0082cb711e0ced78d92890c2081c0d47fdd9263d30dc4d0355fe4b45dd.jpg)
પગપાળા જતા લોકોના મોબાઈલ આંચકી લેતી તેમજ રહેણાંક વિસ્તારમાં મોબાઇલની ચોરી કરતી ગેંગને સુરતની પલસાણા પોલીસે દબોચી લીધી હતી.
છેલ્લા કેટલાક સમયથી જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં તેમજ ખાસ કરીને પલસાણા વિસ્તારમાં મોબાઈલ ચોરી કરતી ટોળકી સક્રિય થઈ હતી આ ટોળકી ધૂમ બાઇક પર આવી રસ્તા પર ચાલતા રાહદારીઓના ફોન આંચકી લેવા તેમજ રહેણાંક વિસ્તારોમા ઘરફોડ કરી મોબાઈલ ચોરી કરી આતંક મચાવ્યો હતો ત્યારે આ મોબાઈલ ચોર ટોળકીને ઝડપવા કેટલાક સમયથી જિલ્લા પોલીસ તેમજ પલસાણા પોલીસ દ્વારા તજવીજ હાથ ધરી હતી ત્યારે પલસાણા પોલીસે બાતમીના આધારે પલસાણા બારડોલી રોડ પર એના ગામ નજીકથી ચોરી કરેલ 53 મોબાઈલ ફોન બાઇક મોપેડ અને રોકડ મળી કુલ 3લાખથી વધુના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને દબોચી લીધા હતા.