Connect Gujarat
સુરત 

સુરત: એક તરફી પ્રેમમાં પાગલ યુવાને ચપ્પુ વડે હુમલો કરી કિશોરીનો ગાલ ચીરી નાંખ્યો, ગ્રીષ્મા વેકરીયા કેસની આવી યાદ

પાંડેસરામાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ કિશોરીના ચહેરા પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. કિશોરીએ મોઢું ફેરવી લેતા ગળ‌ુ કપાતા બચી

X

કાપડ નગરી સુરતમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ કિશોરીના ચહેરાના ભાગે ચપ્પુ વડે હુમલો કરતા કિશોરીને ગંભીર ઇજા પહોંચી હતી જેના પગલે તેને સારવાર અર્થે ખસેડવામાં આવી છે સુરત શહેરમાં ફરી એકવાર ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ જેવો કિસ્સો બનતા રહી ગયો છે. પાંડેસરામાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ કિશોરીના ચહેરા પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. કિશોરીએ મોઢું ફેરવી લેતા ગળ‌ુ કપાતા બચી ગયું હતું.કિશોરીને સિવિલમાં લઈ જતા તેને ગાલના ભાગ પર 17 ટાકા આવ્યા છે.આરોપી મહરાષ્ટ્ર ભાગી ગયો છે.

જો કે, પોલીસ આરોપીના ભાઈને ઉંચકતી લાવી પૂછપરછ હાથ ધરી હતી. આરોપી યુવક કિશોરીને સંબંધ રાખવા દબાણ કરતો હતો. પોલીસ હાલ આરોપીને શોધી રહી છે. કિશોરીના માતા-પિતાએ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી બનાવની જાણ કરતા પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પિડીત બાળકી સાથે વાતચીત કરી તો તેણે જણાવ્યું કે આરોપી સતત તેને હેરાન કરતો હતો. આ બાબતે તેણે પોતાના ઘરે જાણ પણ કરી હતી.

એની પાડોશમાં એક મહિલા રહે છે જેના ઘરે આરોપી આવજાવ કરતો હતો. એણે બળજબરી દબાણ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેણે તેની વાત ન માની તો આરોપીએ હત્યાનો પ્રયાસ કર્યો અને ચપ્પુ વડે હુમલો કરી દીધો. કિશોરીએ જણાવ્યું કે આરોપી તેની હત્યા કરવા માંગતો હતો પરંતુ સદનસીબે તેનો જીવ બચી ગયો.

Next Story