સુરત : પોલીસના વાહન ચેકીંગ દરમિયાન MD ડ્રગ્સ સાથે એક શખ્સ ઝડપાયો,રૂ.7 લાખનું ડ્રગ્સ જપ્ત

સુરતની સિંગણપોર પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું,તે દરમિયાન MD ડ્રગ્સ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો,અને પોલીસે 78.77 ગ્રામ ડ્રગ્સ કિંમત રૂપિયા 7 લાખનો મુદ્દમાલ કબ્જે કરીને વધુ તપાસ શરૂ કરી હતી.

New Update
  • પોલીસ વાહન ચેકિંગમાં MD ડ્રગ્સ ઝડપાયું

  • પોલીસે એક શખ્સની કરી ધરપકડ

  • કારમાંથી મળ્યું 78.77 ગ્રામ MD ડ્રગ્સ

  • આ ડ્રગ્સની બજાર કિંમત 7 લાખથી વધુ

  • પોલીસે શરૂ કરી વધુ તપાસ

સુરતની સિંગણપોર પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું,તે દરમિયાન MD ડ્રગ્સ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો,અને પોલીસે 78.77 ગ્રામ ડ્રગ્સ કિંમત રૂપિયા 7 લાખનો મુદ્દમાલ કબ્જે કરીને વધુ તપાસ શરૂ કરી હતી.

સુરતની સિંગણપોર પોલીસ વેડ વરિયાવ બ્રિજના છેડે પોલીસ વાહન ચેકિંગમાં હતી,તે દરમિયાન એક કાર શંકાસ્પદ જણાતા પોલીસે કારની તલાશી લીધી હતી,જેમાં કારમાંથી MD ડ્રગ્સ મળી આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી.પોલીસે કાર ચાલક અલ્પેશ મિયાણીની ધરપકડ કરીને 78.77 ગ્રામ ડ્રગ્સ કિંમત રૂપિયા 7 લાખ રૂપિયા અને કાર મળીને કુલ રૂપિયા 43 લાખથી વધુનો મુદ્દમાલ જપ્ત કર્યો હતો,અને પોલીસ તપાસમાં અલ્પેશ મિયાણી ઓઈલના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે,અને અલ્પેશ વિરુદ્ધ અગાઉ પણ ગેરકાયદેસર બાયોડીઝલ બાબતનો ગુન્હો નોંધાઈ ચૂક્યા હોવાનું જાણવા મળ્યું છે. અલ્પેશ મિયાણી આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યો અને કોણે આપવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે.

Latest Stories