સુરત : લેસની દુકાનમાં કામ કરતા યુવકે રૂ. 3.50 લાખની લૂંટનું તરકટ રચ્યું, પોતાને જ બ્લેડથી ઘા મારતો થયો CCTVમાં કેદ...

સુરતમાં લેસની દુકાનમાં કામ કરતા કર્મચારી પર ચપ્પુથી હુમલો કરી 2 લૂંટારૂ રૂ. 3.50 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જોકે, આ મામલે ફરિયાદી જ આરોપી નીકળતા પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
  • પુણામાં ધોળે દહાડે રૂ. 3.50 લાખની લૂંટનો મામલો

  • એકાઉન્ટન્ટે રૂ. 3.50 લાખની લૂંટનું રચ્યું હતું નાટક

  • પોતાને જ બ્લેડના ઘા મારતી ઘટનાCCTVમાં કેદ

  • યુવકને દેવું થઈ જતા લૂંટનું નાટક રચ્યું : પોલીસ

  • લૂંટમાં ગયેલ રોકડા રૂ. 3.50 લાખન રીકવર કરાયા

સુરતમાં લેસની દુકાનમાં કામ કરતા કર્મચારી પર ચપ્પુથી હુમલો કરી 2 લૂંટારૂ રૂ. 3.50 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જોકેઆ મામલે ફરિયાદી જ આરોપી નીકળતા પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેરના પુણા વિસ્તારમાં ચપ્પુની અણીએ રૂ. 3.50 લાખની લૂંટની ઘટના બની હતી. લેસની દુકાનમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો ધ્રુવિન વાસાણી બેંકમાંથી 3.50 લાખ રૂપિયા ઉપાડી દુકાન પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન 2 આજાણ્યા યુવકો દ્વારા હુમલો કરીને લૂંટ ચલાવવામાં આવી હોવાની વાત હતી. ધ્રુવીનને હાથ અને પેટના ભાગે ચપ્પુના ઘા મારવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતાજ્યારે ધ્રુવિનને સારવાર અર્થે સ્મિમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકેધ્રુવીનના નિવેદનના આધારે સૌથી પહેલા ધ્રુવીન શંકાના ઘેરામાં આવી ગયો હતો.

પુણા પોલીસ દ્વારા ફરિયાદી ધ્રુવિનની ઉલટ તપાસ પણ કરવામાં આવી હતી. આ દરમિયાન પુણા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારાCCTVની તપાસ કરવામાં આવતા ધ્રુવીન એકCCTVમાં કેદ થઈ ગયો હતો. જેમાં તે બાઈક લઈને આવે છેઅને ત્યારબાદ બાઇક સાઈડમાં ઉભી રાખી નીચે બેસીને પોતાને બ્લેડના ઘા મારી રહ્યો છે. પોતાના હાથ અને પેટના ભાગે બ્લેડના ઘા મારીને પોતાને લોહી લુહાણ કર્યો હતો. ત્યારબાદ ત્યાંથી પસાર થતાં રાહદારીઓએ ધ્રુવિનને હોસ્પિટલ ખસેડ્યો હતો. આમ દેવું થઈ જતા લૂંટનું નાટક રચ્યુ હોવાની ધ્રુવીને કબુલાત આપી હતીત્યારે હાલ તો લૂંટના ગુન્હામાં સંડોવાયેલા ત્રણેય શખ્સોની પોલીસ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ પોલીસે બુટ ભવાની મંદીર લંબે હનુમાન રોડ પાસેના નાળામાંથી લૂંટમાં ગયેલ રોકડા રૂપિયા 3.50 લાખની પણ રીકવરી કરી છે.

Read the Next Article

સુરતના ઇતિહાસની પ્રથમ ઘટના..! : કારની અડફેટે શ્વાનને કચડી મારનાર અજાણ્યા કારચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય...

સુરતના અડાજણ વિસ્તારમાં અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું. જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

New Update
  • અડાજણ વિસ્તારમાં એક કાર ચાલક બન્યો બેફામ

  • કારની અડફેટમાં લેતા શ્વાનનું ઘટનાસ્થળે જ મોત

  • બનાવના પગલે આસપાસથી લોકોના ટોળાં એકત્ર

  • એક જાગૃત નાગરિકે અડાજણ પોલીસને જાણ કરી

  • અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરાયો

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં કારની અડફેટે શ્વાનનું મોત નિપજતા પોલીસ મથકે ફરિયાદ નોંધાય હોવાનો સુરતમાંથી પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આજીવન સૃષ્ટિમાં દરેકને જીવવાનો અધિકાર છે. તેવામાં સુરતમાંથી મૂંગા પશુઓ પર થયેલ અત્યાચારની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક રખડતા શ્વાન પર કાર ચલાવી તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યું હતું. અડાજણ વિસ્તારમાં રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું. જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

બનાવના પગલે આસપાસના લોકો ભેગા થયા હતાજ્યાં એક જાગૃત નાગરિક દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી પંચનામું કરી મૃત શ્વાનને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી પશુ ચિકિત્શાલય ખસેડ્યું હતું. આ સાથે જ અડાજણ પોલીસે આ બાબતે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.