સુરત: મહાનગર પાલિકાના કર્મચારી પાસે રૂ.10 હજારની લાંચ માંગનાર કલાર્કની ACBએ કરી ધરપકડ

સુરત મહાનગર પાલિકાના એક કર્મચારીની તબિયત ખરાબ થતા તેઓ 17 દિવસ સુધી ફરજ પર ગેરહાજર રહ્યા હતા.

New Update
સુરત: મહાનગર પાલિકાના કર્મચારી પાસે રૂ.10 હજારની લાંચ માંગનાર કલાર્કની ACBએ કરી ધરપકડ

સુરતમાં ગેરહજાર ટેન્કરના ડાઈવર પાસે રૂ.10,000 ની લાંચ માંગનાર મનપાના ક્લાર્કને લાંચ લેતા લાંચ રૂશ્વત વિરોધી શાખાના અધિકારીઓએ ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી છે

સુરત મહાનગર પાલિકાના એક કર્મચારીની તબિયત ખરાબ થતા તેઓ 17 દિવસ સુધી ફરજ પર ગેરહાજર રહ્યા હતા. ગેરહાજર રહેલા દિવસોનો પગાર બનાવવા માટે કર્મચારી કતારગામ ફાયર સ્ટેશનમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા દિલીપ દવેને મળ્યા હતા. દિલીપ દવેએ પગાર બનાવી આપવાના બદલામાં તેમની પાસેથી રૂ.10 હજારની લાંચની માંગણી કરી હતી. પાલિકાના કર્મચારી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે સુરત એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક સાધ્યો હતો. સુરત એસીબી પીઆઈ એસ.એન.દેસાઈ અને તેમની ટીમે છટકું ગોઠવ્યું હતું. જેમાં કતારગામ ફાયર સ્ટેશનની પાછળ ગણેશ ટી સેન્ટર સામે પાલિકા કર્મચારી પાસેથી રૂ.10 હજારની લાંચ લેતા દિલીપ દવેને એસીબીની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યો હતો અને તેની ધરપકડ કરી હતી. એસીબીએ તેની વિરૂધ્ધ લાંચ રૂશ્વત ધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

સુરત : સ્મીમેર હોસ્પિટલમાં દર્દીની સારવારમાં બેદરકારીનો આક્ષેપ,વિડીયો વાયરલ થતા તંત્ર આવ્યું હરકતમાં

સુરત શહેરની સ્મીમેર હોસ્પિટલમાં દર્દીની સારવારમાં ગંભીર બેદરકારીના આક્ષેપ કરતો એક વિડીયો વાયરલ થયો હતો,જે સંદર્ભે મહાનગરપાલીકાનું તંત્ર હરકતમાં આવીને તપાસના આદેશ આપ્યા હતા.

New Update
  • સ્મીમેર હોસ્પિટલની બેદરકારી

  • દર્દીની સારવારમાં દાખવી બેદરકારી

  • હોસ્પિટલનો વિડીયો થયો હતો વાયરલ

  • મનપા દ્વારા કરવામાં આવી કાર્યવાહી

  • મનપાએ આપ્યા તપાસના આદેશ 

સુરત શહેરની સ્મીમેર હોસ્પિટલમાં દર્દીની સારવારમાં ગંભીર બેદરકારીના આક્ષેપ કરતો એક વિડીયો વાયરલ થયો હતો,જે સંદર્ભે મહાનગરપાલીકાનું તંત્ર હરકતમાં આવીને તપાસના આદેશ આપ્યા હતા.

સુરત શહેરમાં સ્મીમેર હોસ્પિટલમાં એક દર્દીને સમયસર સારવાર આપવામાં આવી નહોવાનો એક વિડીયો વાયરલ થયો હતો,સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોથી મહાનરપાલિકાનું તંત્ર પણ એક્શનમાં આવી ગયું હતું,અને સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા હતા.મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ દ્વારા આ ગંભીર બાબત અંગે સૂચનાઓ આપી હતી,અને હોસ્પિટલનાRMOને આ અંગે સૂચના આપીને દર્દીઓ સાથે આવી બેદરકારી ક્યારે પણ સાંખી લેવામાં નહીં આવે તેમ તેઓએ જણાવ્યું હતું.તેમજ ભવિષ્યમાં આવા પ્રકારની ગંભીર બેદરકારી ન થાય તે માટે પણ જરૂરી સૂચનાઓ તેઓએ હોસ્પિટલના તંત્રને આપી હતી.