સુરતમાં ગેરહજાર ટેન્કરના ડાઈવર પાસે રૂ.10,000 ની લાંચ માંગનાર મનપાના ક્લાર્કને લાંચ લેતા લાંચ રૂશ્વત વિરોધી શાખાના અધિકારીઓએ ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી છે
સુરત મહાનગર પાલિકાના એક કર્મચારીની તબિયત ખરાબ થતા તેઓ 17 દિવસ સુધી ફરજ પર ગેરહાજર રહ્યા હતા. ગેરહાજર રહેલા દિવસોનો પગાર બનાવવા માટે કર્મચારી કતારગામ ફાયર સ્ટેશનમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા દિલીપ દવેને મળ્યા હતા. દિલીપ દવેએ પગાર બનાવી આપવાના બદલામાં તેમની પાસેથી રૂ.10 હજારની લાંચની માંગણી કરી હતી. પાલિકાના કર્મચારી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે સુરત એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક સાધ્યો હતો. સુરત એસીબી પીઆઈ એસ.એન.દેસાઈ અને તેમની ટીમે છટકું ગોઠવ્યું હતું. જેમાં કતારગામ ફાયર સ્ટેશનની પાછળ ગણેશ ટી સેન્ટર સામે પાલિકા કર્મચારી પાસેથી રૂ.10 હજારની લાંચ લેતા દિલીપ દવેને એસીબીની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યો હતો અને તેની ધરપકડ કરી હતી. એસીબીએ તેની વિરૂધ્ધ લાંચ રૂશ્વત ધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.